×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગુજરાતમાં આજે 30 કેસ નોંધાયા, 42 દર્દીઓ સાજા થયા, રિકવરી રેટ 98.74 ટકા

ગાંધીનગર, 25 જુલાઇ 2021 રવિવાર 

રાજ્યમાં એક તરફ કોરોનાની ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે આજે કોરોનાના નવા 30 કેસ નોંધાયા છે. રાજ્યમાં આજે 42 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. જ્યારે સતત કેટલાક દિવસથી કોરોનાથી એક પણ દર્દીનું રાજ્યમાં મોત થયુ નથી, રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10076 થયો છે. અત્યાર સુધીમાં સંક્રમિત થયેલા કુલ દર્દીઓમાંથી 8,14,307 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. હાલ રાજ્યમાં કુલ 330 દર્દી એક્ટિવ કેસ છે છે. જ્યારે 05 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. રાજ્યનો રિક્વરી રેટ 98.74 ટકા થયો છે. 

રાજ્યમાં આજે નોંધાયેલા કોરોના કેસની વિગત આ પ્રમાણે છે, દાહોદમાં 6, અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરતમાં 3, સુરત કોર્પોરેશનમાં 3, વડોદરામાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, અમરેલીમાં 1, આણંદમાં 1, ભરૂચમાં 1, ડાંગમાં 1, ગાંધીનગર કોર્પોરેશનમાં 1,  જુનાગઢમાં 1, મહેસાણામાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 1 કેસ નોંધાયો હતો.

જ્યારે રાજ્યનાં કેટલાક જિલ્લાઓમાં આજે એક પણ કેસ નોંધાયો નથી જેમા અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહિસાગર, મોરબી, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડનો સમાવેશ થાય છે.

રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ આજે 3,22,664 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. જેમાં 352 હેલ્થ વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને પ્રથમ ડોઝ, 7531 હેલ્થ વર્કર અને ફ્રન્ટ લાઈન વર્કરને બીજો ડોઝ, 45 વર્ષથી મોટા 63,271ને પ્રથમ ડોઝ, 45 વર્ષથી મોટા 41415ને બીજો ડોઝ, 18-45 વર્ષના 1,90,903ને પ્રથમ ડોઝ અને 18-45 વર્ષના 17,203ને બીજો ડોઝ અપાયો હતો. આ સાથે જ રાજ્યમાં કુલ રસીકરણનો આંક 3,16,30,281 પર પહોંચ્યો છે.