ગુજરાતમાં કોરોનાના 39 નવા કેસ, 42 દર્દીઓ સાજા થયા, રિકવરી રેટ 98.74 ટકા

ગુજરાતમાં કોરોનાના 39 નવા કેસ, 42 દર્દીઓ સાજા થયા, રિકવરી રેટ 98.74 ટકા

ગાંધીનગર, 24 જુલાઇ 2021 શનિવાર

રાજ્યમાં કોરોનાના કેસમાં હવે વધારો થતો જોવા મળી રહ્યો છે. આજે કોરોનાના નવા 39 કેસ નોંધાયા છે. આજે 42 દર્દીએ કોરોનાને હરાવ્યો છે. આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી, રાજ્યમાં કુલ 342 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 લોકો વેન્ટીલેટર પર છે. 337 લોકો સ્ટેબલ છે. 8,14,265 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10076 પહોચ્યો છે.જેને પગલે રાજ્યનો રિકવરી રેટ સુધરીને 98.74 ટકા થયો છે. 

રાજયમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે અમદાવાદ કોર્પોરેશન 10, સુરત કોર્પોરેશન 8, ગાંધીનગર 4, વડોદરા કોર્પોરેશન 4, અમરેલી 2, વડોદરા 2, ભરૂચ 1, દાહોદ 1, ગાંધીનગર કોર્પોરેશન 1, જૂનાગઢ 1, જૂનાગઢ કોર્પોરેશન 1, નવસારી 1, પોરબંદર 1, રાજકોટ 1, સુરત 1 કેસ નોંધાયા છે.

જ્યારે રાજ્યમાં એવા પણ જિલ્લા છે, જ્યાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી, જેમાં અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા,ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જામનગર, જામનગર કોર્પોરેશન, ખેડા, કચ્છ, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, રાજકોટ કોર્પોરેશન, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, તાપી અને વલસાડનો સમાવેશ થાય છે. 

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 179ને પ્રથમ અને 10924 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો. 45 વર્ષથી વધારેની ઉંમરના 49633  લોકોને પ્રથમ અને 57948 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષનાં 154865 નાગરિકોને રસીનો પ્રથમ અને 22543 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજે કુલ 2,96,092 લોકોને રસી લગાવવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં 3,13,07,617 લોકોને રસીકરણ થઇ ચુક્યું છે.

Share: