×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહારાષ્ટ્રમાં વરસાદનો કહેર, ભૂસ્ખલનમાં 62નાં મોત, મૃત્યુંઆંક વધી શકે

મુંબઇ, 23 જુલાઇ 2021 શુક્રવાર

મહારાષ્ટ્રના રાયગઢ  ઉપરાંત સતારા અને રત્નાગીરી જિલ્લામાં વરસાદ કહેર બનીને વરસી પડ્યો છે.  ભૂસ્ખલનનાં લીધે મૃત્યુઆંક 62 પર પહોંચી ગયો છે. ગુરૂવારથી શરૂ થયેલા વરસાદને પગલે ભૂસ્ખલનમાં રાયગઢનાં મહાડ તાલુકામાં અત્યાર સુધીમાં 36 લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઉપરાંત હજી પણ 30 લોકો કાટમાળ નીચે દટાયેલા હોવાની આશંકા છે. છેલ્લા બે દિવસથી આ વિસ્તારમાં માર્ગ અને રેલ્વે નેટવર્ક ખોરવાઈ રહ્યું છે. 

કનેક્ટિવિટીનાં અભાવે રાહત અને બચાવ કામગીરીમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પોલીસનું કહેવું છે કે, આ મોત મહાડ તાલુકાના તલાઈ ગામ સહિત ત્રણ અલગ અલગ ઘટનામાં આ મોત થયા છે. એકલા તલાઇ ગામમાંથી જ અત્યાર સુધીમાં 32 લાશ મળી આવી છે. આ ઉપરાંત સાક્ષરસુતારવાડી ગામમાંથી 4 લાશ મળી આવી છે.

બચાવ કાર્યમાં લાગેલા અધિકારીઓનું કહેવું છે કે આ ગામોમાંથી અત્યાર સુધી 15 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. પરંતુ કાટમાળની નીચે 30 થી વધુ લોકો ફસાયેલા હોવાની આશંકા છે. આને કારણે મૃત્યુઆંક વધવાની ભીતિ પણ છે. 

આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે સાથે વાત કરી છે અને તમામ શક્ય સહાયની ખાતરી આપી છે. દરમિયાન, એનડીઆરએફની ટીમો પહોંચી ગઈ છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં એરફોર્સને પણ બચાવ કાર્યમાં લગાવવામાં આવી છે. એરફોર્સએ પણ ઘણા લોકોને એરલિફ્ટ કરીને બહાર કાઢ્યા છે.