ગુજરાતમાં આજે 34 નવા કેસ, એક પણ મોત નહીં, 53 દર્દીઓ સાજા થયા

ગુજરાતમાં આજે 34 નવા કેસ, એક પણ મોત નહીં, 53 દર્દીઓ સાજા થયા

ગાંધીનગર, 22 જુલાઇ 2021 ગુરૂવાર

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટી રહેલા કોરોનાનાં કેસથી લોકો રાહત અનુભવી રહ્યા હતાં પરંતું હવે ફરી કેસમાં વૃધ્ધી થતી જોવા મળે છે. જેમ કે રાજ્યમાં આજે કોરોનાના નવા 34 કેસ નોંધાયા છે. જો કે આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી, દરમિયાન 53 દર્દીઓને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં 8,14,162 દર્દીઓએ અત્યાર સુધીમાં કોરોનાને હરાવ્યો છે.

રાજ્યમાં હાલ કુલ 370 એક્ટિવ કેસ છે. જે પૈકી 05 દર્દી વેન્ટીલેટર પર છે. 365 દર્દીઓની હાલત સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 10076 દર્દીઓનાં મોત નિપજી ચુક્યાં છે. રાજ્યનો રિક્વરી રેટ 98.73 ટકા છે.  

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, વડોદરા શહેરમાં 7, અમદાવાદ શહેરમાં 5, સુરત શહેરમાં 5, અમરેલી 6, ગીર સોમનાથ, જામનગર કોર્પોરેશન, જુનાગઢ, જુનાગઢ કોર્પોરેશન, 1-1 કેસ નોંધાયા છે. 

જ્યારે અમદાવાદ,આણંદ,  અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર,  બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જામનગર, ખેડા, કચ્છ, મહિસાગર, મહેસાણા, મોરબી, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા અને તાપીમાં એક પણ કેસ નોંધાયો નથી.

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈતી 334 લોકોને રસીનો પ્રથમ ડોઝ અને 18833 વર્કર્સને રસીનો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 89326 લોકોને રસીનો 123716 લોકોની રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે.

18-45 વર્ષનાં 267297 લોકોને રસીનો પ્રથમ અને 9070 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે આજનાં દિવસમાં કુલ 5,08,576 લોકોનું આજના દિવસમાં રસીકરણ થઇ ચુક્યું છે. અત્યાર સુધીમાં 3,06,55,572 નું રસીકરણ કરવામાં આવી ચુક્યું છે. 

Share: