અનેક શહેરોમાં મીડિયા ગ્રુપ દૈનિક ભાસ્કરના સ્થળોએ આવકવેરા વિભાગના દરોડા

અનેક શહેરોમાં મીડિયા ગ્રુપ દૈનિક ભાસ્કરના સ્થળોએ આવકવેરા વિભાગના દરોડા


– ભોપાલ, જયપુર અને અમદાવાદ સહિત દેશના અન્ય કેટલાક સ્થળોએ દરોડાની કાર્યવાહી 

નવી દિલ્હી, તા. 22 જુલાઈ, 2021, ગુરૂવાર

આવકવેરા વિભાગે ગુરૂવારે અલગ અલગ શહેરોમાં મીડિયા ગ્રુપ દૈનિક ભાસ્કરના સ્થળોએ દરોડા પાડ્યા હતા. કથિત ટેક્સ ચોરી મામલે આ દરોડા પાડવામાં આવ્યા છે. 

સત્તાવાર સૂત્રોના અહેવાલ પ્રમાણે ભોપાલ, જયપુર અને અમદાવાદ સહિત દેશના અન્ય કેટલાક સ્થળોએ દરોડાની આ કાર્યવાહી કરવામાં આવી હતી. 

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (સીબીડીટી) તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું પરંતુ સત્તાવાર સૂત્રોના અહેવાલ પ્રમાણે દરોડામાં પ્રમુખ હિંદી મીડિયા સમૂહના પ્રમોટર પણ સામેલ છે જે અનેક રાજ્યોમાં સંચાલન કરે છે.

આ મામલે કોંગ્રેસી નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે ટ્વીટમાં લખ્યું હતું કે, રાજ્યની રાજધાની ભોપાલમાં પ્રેસ કોમ્પ્લેક્સમાં કાર્યાલય સહિત ગ્રુપના અડધો ડઝન પરિસરોમાં ટેક્સ અધિકારીઓ ઉપસ્થિત છે. 

આરજેડીના રાજ્યસભા સાંસદ મનોજ ઝાએ પણ આ અંગે રિએક્ટ કર્યું છે. તેમણે કહ્યું હતું કે, મીડિયા પર દરોડાની સંભાવના છે. 

Share: