ગુજરાતમાં આજે કોરોનાનાં 29 કેસ નોંધાયા, 61 દર્દી સાજા થયા, રિકવરી રેટ 98.73%

ગુજરાતમાં આજે કોરોનાનાં 29 કેસ નોંધાયા, 61 દર્દી સાજા થયા, રિકવરી રેટ 98.73%

ગાંધીનગર, 20 જુલાઇ 2021 મંગળવાર

કોરોના રોગચાળામાં ઓટ આવી રહેલી જોવા મળી રહી છે, આજે કોરોના વાયરસનાં માત્ર 29 પોઝિટિવ કેસ રાજ્યમાં નોંધાયા છે. જ્યારે 61 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. આંનદનાં સમાચાર એ છે કે, આજે કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી. 

રાજ્યમાં હાલ 411 એક્ટિવ કેસ છે. જ્યારે 05 દર્દીઓને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાછે. જ્યારે 406 દર્દીઓની હાલત સ્ટેબલ છે. રાજ્યના કુલ મૃત્યુઆંક 10,076 પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 8,14,059 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. હાલમાં રાજ્યમાં રિકવરી રેટ 98.73% થયો છે. 

અમદાવાદ કોર્પોરેશન 6, સુરત કોર્પોરેશન 4, વડોદરા 4, વડોદરા કોર્પોરેશન 3, દાહોદ 2, જામનગર 2, બનાસકાંઠા 1, ડાંગ 1, ગીર સોમનાથ 1, જૂનાગઢ 1, કચ્છ 1, નવસારી 1, સાબરકાંઠા 1, સુરેન્દ્રનગર 1 કેસ નોંધાયા છે.

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે અમદાવાદ શહેરમાં 6, સુરત શહેરમાં 4, વડોદરામાં 4, વડોદરા કોર્પોરેશનમાં 3, દાહોદમાં 2, જામનગરમાં 2, બનાસકાંઠા, ડાંગ, ગીર સોમનાથ, જુનાગઢ, કચ્છ, નવસારી, સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે. 

જો કે રાજ્યમાં એવા પણ જિલ્લા છે જ્યાં આજે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી જેમ કે અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, ભરૂચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જુનાગઢ કોર્પોરેશન, ખેડા, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સુરત, વલસાડ અને તાપીનો સમાવેશ થાય છે.

રાજ્યમાં ચાલી રહેલા વેક્સિનેશન અભિયાન હેઠળ આજે 2,31,39,251 લોકોને પ્રથમ ડોઝ જ્યારે 70,18,391 લોકોને  બીજો ડોઝ અપાયો છે. અત્યાર સુધીમાં 3,01,57,642 ડોઝ અપાયા છે. 

Share: