ચીને વિડિયો જારી કરી જાપાનને આપી ધમકી, કહ્યું- તાઇવાનની મદદ કરી તો પરમાણુ બોંબથી આપીશું જવાબ

ચીને વિડિયો જારી કરી જાપાનને આપી ધમકી, કહ્યું- તાઇવાનની મદદ કરી તો પરમાણુ બોંબથી આપીશું જવાબ

નવી દિલ્હી, 20 જુલાઇ 2021 મંગળવાર

ચીને જાપાનને ધમકી આપી છે કે જો તેણે તાઇવાનને મદદ કરી છે તો તેનો જવાબ પરમાણું બોંબથી આપીશું, શાંતિની વાતો કરતું ચીન હવે ખુલ્લું પડી ગયું છે, ચીન કોમ્યુનિસ્ટ પાર્ટી સીસીપીએ એક વિડિયો જારી કર્યો છે, આ વિડિયો દ્વારા જાપાન પર પરમાણું હુમલાની ધમકી આપી છે, ‘Fox News’ ન્યુઝની એક રિપોર્ટમાં જણાવ્યા મુજબ આ વિડિયો ચેનલે ચલાવ્યો અને સીસીપીએ તેની પુષ્ટી કરી છે.

વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે ‘અમે પહેલા અણુ બોમ્બનો ઉપયોગ કરીશું. અમે સતત અણુ બોમ્બનો ઉપયોગ ચાલુ રાખીશું. વીડિયોમાં વધુમાં જણાવાયું છે કે ‘જ્યાં સુધી જાપાન બિનશરતી શરણાગતિ નહીં સ્વિકારે ત્યાં સુધી અમે આ કરવાનું ચાલુ રાખીશું’. તાઇવાન ન્યૂઝના અહેવાલ મુજબ, ચાઇનીઝ પ્લેટફોર્મ Xigua પર 20 લાખ વ્યૂ પ્રાપ્ત થયા બાદ આ વિડિઓ ડિલીટ કરી નાખવામાં આવ્યો. પરંતુ આ વીડિયોની કોપી યુટ્યુબ અને ટ્વિટર પર અપલોડ કરવામાં આવી છે.

ચીન તરફથી પરમાણુ હુમલાની ધમકી ત્યારે આપવામાં આવી છે, કે જ્યારે હજું તો જાપાને બે અઠવાડિયા પહેલા  જ તાઇવાનનાં સાર્વભૌમત્વનું રક્ષણ કરવાની વાત કહીં હતી, ખતરો જાપને ફક્ત બે અઠવાડિયા પહેલા કહ્યું હતું કે તાઇવાનની સાર્વભૌમત્વનું રક્ષણ કરવામાં આવશે. જાપાનના નાયબ વડા પ્રધાન Taro Asoએ કહ્યું કે જાપાને તાઇવાનનું રક્ષણ કરવું જ જોઇએ. તેમણે વધુમાં કહ્યું હતું કે, ‘જો તાઇવાનમાં કોઈ મોટી ઘટના બને છે, તો તે જાપાનના અસ્તિત્વ માટે પણ જોખમી બની જશે, તેવું માનવું અસામાન્ય રહેશે નહીં’. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં જાપાન અને અમેરિકાએ સાથે મળીને તાઇવાનનાં રક્ષણ માટે  કામ કરવું પડશે.

Share: