કોરોના પોઝિટિવ દર્દીઓમાં વધી રહ્યા છે ટીબીનાં કેસ, આરોગ્ય મંત્રાલયે આપ્યો તપાસનો હુકમ

કોરોના પોઝિટિવ દર્દીઓમાં વધી રહ્યા છે ટીબીનાં કેસ, આરોગ્ય મંત્રાલયે આપ્યો તપાસનો હુકમ

નવી દિલ્હી, 17 જુલાઇ 2021 શનિવાર

દેશમાં કોરોના સંક્રમણથી સાજા થયેલા લોકોમાં હવે ટીબીનાં લક્ષણો જોવા મળતા કેન્દ્રીય આરોગ્ય વિભાગે તપાસનાં આદેશ આપ્યા છે, ટીબીનાં કેસમાં અચાનક જ વૃધ્ધી થઇ છે, જેનાથી ડોક્ટરો પણ ચિંતિંત છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તમામ કોરોના દર્દીઓ માટે ટીબીની તપાસનાં હુકમ આપ્યા છે, તે ઉપરાંત TB-COVID અને TB-ILI/SARI ની દ્વિ-દિશાત્મક તપાસની આવશ્યક્તા પર ભાર મુક્તા આરોગ્ય મંત્રાલયે અનેક સલાહ અને માર્ગદર્શન જારી કર્યું છે, ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો તેનો અમલ પણ કરી રહ્યા છે.

ટીબી અને કોરોનાની બેવડી મોર્બિડીટીને તે તથ્યનાં માધ્યમથી વધુ ઉજાગર કરી શકાય છે કે બંને રોગ સંક્રામક મનાય છે, અને ખાસ કરીને ફેંફસા પર હુમલો કરે છે, બંને રોગમાં ઉધરસ, તાવ, અને શ્વાસ લેવામાં તકલીફ સમાન લક્ષણો છે. 

Share: