ગુજરાતના આ પાડોશી રાજ્યની જાહેરાત, ખેડૂતોને વીજ બિલ પર દર મહિને 1000ની સબસિડી

ગુજરાતના આ પાડોશી રાજ્યની જાહેરાત, ખેડૂતોને વીજ બિલ પર દર મહિને 1000ની સબસિડી

jનવી દિલ્હી,17 જુલાઈ 2021, શુક્રવાર

ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાને ખેડૂતો માટે મોટી જાહેરાત કરીને તેમને વીજ બિલમાં રાહત આપી છે.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે મુખ્યમંત્રી કિસાન મિત્ર એનર્જી યોજના શરૂ કરી છે.જેના ભાગરૂપે રાજ્યના દરેક ખેડૂત પરિવારને વીજળીના બિલ પર દર મહિને 1000 રૂપિયાની સબસિડી રાજ્ય સરકાર આપશે અને આ રકમ સીધી તેમને બેન્ક એકાઉન્ટમાં જમા થશે.આ યોજનાનો લાભ આ વર્ષે  મે મહિનાના વીજ બિલ પરથી જ મળવા માંડશે.

ગહેલોતે ટ્વિટ કરીને જાણકારી આપીને કહ્યુ હતુ કે, ખેડૂતો રાજ્ય સરકાર માટે પહેલી પ્રાથમિકતા રહ્યા છે અને તેના માટે જ ખેડૂતોને સૃમધ્ધ બનાવવા નિર્ણયો લેવાઈ રહ્યા છે.સરકાર મુખ્યમંત્રી કિસાન મિત્ર યોજના થકી તમામ કૃષિ ગ્રાહકોને લાભ આપશે અને દર વર્ષે ખેડૂતોને 1450 કરોડ રૂપિયાની સબસિડી આપવામાં આવશે.સરકારની યોજના હેઠળ 15 લાખ ખેડૂતોને લાભ મળશે.જોકે જેમના વીજ બિલ બાકી છે તેમને આ યોજનાનો લાભ નહીં મળે.

આ યોજના હેઠળ જો કોઈ ગ્રાહકનુ વીજ બિલ એક હજાર રૂપિયા કરતા ઓછુ આવે છે તો સબસિડીની વધારાની રકમ આગળના મહિનાના વીજ બિલમાં એડજસ્ટ કરવામાં આવશે.

આ પહેલા ભાજપની સરકાર ખેડૂતોને દર મહિને 833 રૂપિયા આપતી હતી .જોકે કોંગ્રેસની સરકાર આવ્યા બાદ યોજનાને બંધ કરીને નવેસરથી લાગુ કરવાની જાહેરાત કરાઈ હતી.

Share: