પવાર બનશે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર, મોદી-પવાર વચ્ચેની બેઠક બાદ શિવસેનાનો દાવો

પવાર બનશે રાષ્ટ્રપતિપદના ઉમેદવાર, મોદી-પવાર વચ્ચેની બેઠક બાદ શિવસેનાનો દાવો

નવી દિલ્હી, 17.જુલાઈ.2021 શનિવાર

એનસીપીના પ્રમુખ શરદ પવાર અને પીએમ મોદી વચ્ચેની એક કલાકની મુલાકાતે રાજકીય માહોલને ગરમ કરી દીધો છે ત્યારે શિવસેનાનુ કહેવુ છે કે, શરદ પવાર રાષ્ટ્રપતિ પદ માટે દાવો કરી શકે છે.

શિવસેનાના સૂત્રોએ કહ્યુ હતુ કે, રાષ્ટ્રપતિ પદ માટે એનસીપી પ્રમુખ દાવેદારી કરી શકે છે.પીએમ મોદી સાથે આ મુલાકાત ભવિષ્યની રણનીતિના સંદર્ભમાં થઈ હશે પણ આવુ કરીને પવાર મહારાષ્ટ્રમાં પોતાની તાકાત ગુમાવશે.ભાજપ એનસીપીનો સફાયો કરી નાંખશે.

ભાજપ અને શિવસેના સાથે રહીને મહારાષ્ટ્રમાં આગળ વધી શકે છે.કારણકે બંને હિન્દુત્વની વિચારધારામાં માનનારા સંગઠનો છે.જ્યારે એનસીપી પ્રમુખને પણ ખબર છે કે, ભાજપ તેની નેચરલ પાર્ટનર બની શકે તેમ નથી.

શિવસેનાના સુત્રોનુ કહેવુ છે કે, મહારાષ્ટ્રની ગઠબંધન સરકારમાં બધુ બરાબર ચાલી રહ્યુ છે.એનસીપીના મંત્રીઓને આ સરકારમાં જેટલી છુટ મળી છે તેટલી બીજી કોઈ સરકારમાં મળી નથી.

Share: