અનિલ દેશમુખની મુશ્કેલીઓ વધી, ED એ ફ્લેટ અને જમીન સહિત રૂ. 4.20 કરોડની સંપત્તિ કરી જપ્ત

અનિલ દેશમુખની મુશ્કેલીઓ વધી, ED એ ફ્લેટ અને જમીન સહિત રૂ. 4.20 કરોડની સંપત્તિ કરી જપ્ત

નવી દિલ્હી, 16 જુલાઇ 2021 શુક્રવાર

ભ્રષ્ટાચારના કેસમાં ફસાયેલા મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએહવે કડક હાથે કામ લેતા અનિલ દેશમુખ અને તેમના પરિવારની લગભગ 4.20 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. જે મિલકતો જપ્ત કરવામાં આવી છે, તેમાં 1.54 કરોડ રૂપિયાનો રહેણાંક ફ્લેટ છે. આ ફ્લેટ વરલીમાં સ્થિત છે. તે જ જ્યારે રાયગઢમાં પણ તેમની 2.67 કરોડની જમીન જપ્ત કરવામાં આવી છે. ED દ્વારા આ કાર્યવાહી IPCની કલમ, 120-B, 1860 અને PM એક્ટ 1988 ની કલમ 7 હેઠળ કરવામાં આવી છે. દેશમુખ ઉપર આરોપ છે કે તેઓએ ઉચ્ચ પદ પર રહીને તેનો ગેરવાજબી રીતે લાભ લેવાનો પ્રયાસ કર્યો છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ત્રણ વખત સમન્સ પાઠવવામાં આવ્યા હોવા છતાં 72 વર્ષીય અનિલ દેશમુખ હજી તપાસ એજન્સી સમક્ષ હાજર થયા નથી. એટલું જ નહીં, કેન્દ્રિય એજન્સીએ અનિલ દેશમુખના પુત્ર ઋષિકેશ અને પત્નીને પણ સમન્સ પાઠવ્યા હતા, પરંતુ તેઓએ પણ પોતાનું નિવેદન નોંધ્યું નથી. આ સમન્સ મહારાષ્ટ્ર પોલીસને લગતા 100 કરોડ રૂપિયાના કથિત લાંચ કમ રિકવરીના કેસમાં પીએમએલએ હેઠળ નોંધાયેલા કેસના સંદર્ભમાં જારી કરવામાં આવ્યા હતા. આ કેસને કારણે દેશમુખે આ વર્ષે એપ્રિલમાં પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

દેશમુખના વકીલ કમલેશ ઘુમરએ તાજેતરમાં કહ્યું હતું કે અનિલ દેશમુખનું માનવું છે કે તેમની સામેની ED તપાસ વાજબી નથી. આથી તે ED સમક્ષ હાજર થઈ રહ્યા નથી. ઘુમરએ બુધવારે કહ્યું, ‘જ્યાં સુધી હું જાણું છું ત્યાં સુધી આરતી દેશમુખ ઘરેલું મહિલા છે. તેમને આ બાબતે કંઈ લેવાદેવા નથી. આ વર્ષની શરૂઆતમાં, મુંબઈ પોલીસના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહની ફરિયાદ પર, સીબીઆઈ અને ED એ ભ્રષ્ટાચારના આરોપમાં દેશમુખ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. સિંહે પોતાની ફરિયાદમાં દેશમુખ પર ઓછામાં ઓછી 100 કરોડની લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો.

Share: