કોંગ્રેસ આંતરકલહ : પંજાબમાં અમરિંદર સિંઘ CM નો ચહેરો જ્યારે સિદ્ધુ પ્રદેશ પ્રમુખ બનશે

કોંગ્રેસ આંતરકલહ : પંજાબમાં અમરિંદર સિંઘ CM નો ચહેરો જ્યારે સિદ્ધુ પ્રદેશ પ્રમુખ બનશે

નવી દિલ્હી, 15 જુલાઇ 2021 ગુરૂવાર

પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલા આંતરકલહ પર હવે સમાધાનનો માર્ગ કાઢવામાં આવ્યો છે. હાઈકમાન્ડે સ્પષ્ટ કર્યું છે કે નવજોત સિંહ સિદ્ધુએ પંજાબમાં કેપ્ટન સાથે જ ચાલવું પડશે. વર્ષ 2022 માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો મુખ્ય પ્રધાન ચહેરો હોવાની સાથે સાથે ચૂંટણીની કમાન પણ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદર સિંઘ જ સંભાળશે.

કોંગ્રેસનાં રાષ્ટ્રીય મહામંત્રી હરીશ રાવતે પણ તેની પુષ્ટિ કરી છે. ગુરૂવારે રાહુલ ગાંધીને દિલ્હીમાં મળતા પહેલા રાષ્ટ્રીય મહામંત્રી હરીશ રાવતે કહ્યું કે પંજાબમાં સત્તા પરત આવવાનું જેટલું જરૂરી છે, તેટલું જ પાર્ટીના ભાવિ નેતાઓને બચાવવું પણ એટલું મહત્વનું છે. તેથી, પાર્ટી નવજોતસિંહ સિદ્ધુના કદનું પણ સંપૂર્ણ ધ્યાન રાખશે.

કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, નવજોત સિંહ સિદ્ધુની સાથે-સાથે હાઈકમાન્ડે સંતોષ ચૌધરી અને શિક્ષણ પ્રધાન વિજય ઈન્દર સિંગલાને કાર્યકારી વડાની જવાબદારી આપવાનું મન બનાવ્યું છે. જ્યારે પાર્ટીથી નારાજ મનાતા કોંગ્રેસના અગ્રણી નેતા પ્રતાપ બાજવા માટે પણ ફોર્મ્યુલા હેઠળ મહત્વપૂર્ણ જવાબદારી નક્કી કરવામાં આવી છે. મહત્વની જવાબદારી તરીકે, 2022 માં યોજાનારી ચૂંટણીઓ માટે, તેઓને મેનિફેસ્ટો કમિટીનાં વડા બનાવવામાં આવ્યા છે.

Share: