દિલ્હીમાં હમણા શાળાઓ ખુલશે નહીં, કેજરીવાલે કહ્યું- કોઇ પણ પ્રકારનું જોખમ લેવા માંગતા નથી

દિલ્હીમાં હમણા શાળાઓ ખુલશે નહીં, કેજરીવાલે કહ્યું- કોઇ પણ પ્રકારનું જોખમ લેવા માંગતા નથી

નવી દિલ્હી, 15 જુલાઇ 2021 ગુરૂવાર

રાજધાની દિલ્હીમાં ભલે કોરોનાનાં કેસોમાં ઘટાડો થઈ રહ્યો હોય, પરંતુ હાલમાં સરકાર શાળાઓ ખોલવા તૈયાર નથી. ગુરૂવારે મીડિયા સાથેની વાતચીત દરમિયાન એક પ્રશ્નના જવાબ આપતી વખતે મુખ્ય પ્રધાન કેજરીવાલે સ્પષ્ટ કહ્યું કે દિલ્હીની શાળાઓ હમણા નહીં ખુલે.

તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલી રહેલી માહિતીથી એ જાણવા મળે છે કે કોરોનાની ત્રીજી લહેર પણ આવવાની છે. તેથી અમે રસીકરણ પ્રક્રિયા પુરી ન થાય ત્યાં સુધી કોઈ જોખમ લેવા માંગતા નથી.

અત્રે ઉલ્લેખનિય છે કે દિલ્હીએ તમામ નુકસાન સહન કર્યા પછી કોઈક રીતે કોરોનાની બીજી લહેરમાંથી બહાર આવવામાં સફળતા મેળવી છે. નિષ્ણાતોનું માનવું છે કે ભલે આ સમયે કોરોનાના દૈનિક કેસોની સંખ્યામાં ઘટાડો થયો હોય, પરંતુ જો કોવિડના નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવવામાં આવે છે, પંરતું જો નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવવામાં આવશે તો ત્રીજી લહેર આવવામાં મોડું થશે નહીં.

ત્રીજી લહેરના સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને, રાજધાનીમાં તમામ સ્તરે તૈયારીઓ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે ગુરૂવારે દિલ્હીમાં કોરોના સંક્રમણના 72 નવા કેસ નોંધાયા છે, જ્યારે 88 દર્દીઓ સાજા થયા છે. જ્યારે, છેલ્લા એક દિવસમાં, એક દર્દીનું કોરોનાથી મોત થયું છે.

Share: