ડેલ્ટા વેરિયન્ટનાં વધતા કેસોએ કોરોનાની ત્રીજી લહેરની આશંકા વધારી: રિપોર્ટ

ડેલ્ટા વેરિયન્ટનાં વધતા કેસોએ કોરોનાની ત્રીજી લહેરની આશંકા વધારી: રિપોર્ટ

નવી દિલ્હી, 15 જુલાઇ 2021 ગુરૂવાર

ભારતમાં કોરોનાની ત્રીજી લહેર વિશે મોટા પ્રમાણમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. દરમિયાન, ડેલ્ટા વેરિએન્ટ કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે, કોરોનાના રૂપમાં સતત ફેરફારો થઇ રહ્યા છે. આનાથી ભારત માટે ત્રીજી લહેરનું જોખમ વધી ગયું છે, એક વિદેશી બ્રોકરેજ ફર્મએ પોતાના રિપોર્ટમાં આ ચિંતા વ્યક્ત કરી છે.

પીટીઆઈના રિપોર્ટ મુજબ યુબીએસ સિક્યોરિટીઝ ઇન્ડિયાના ચીફ ઇકોનોમિસ્ટ તન્વી ગુપ્તા જૈનનું કહેવું છે કે કોરોનાની ત્રીજી લહેરનું જોખમ વધુ જોવા મળી રહ્યું છે. આર્થિક પ્રવૃત્તિમાં સતત વધારો થયો છે. જ્યારે, ઘણા રાજ્યોમાં પણ, કોરોના સંબંધિત છૂટછાટ આપવામાં આવી રહી છે. તેનાથી પણ ક્યાંકને ક્યાક જોખમ વધી ગયું છે. 

યુબીએસના રિપોર્ટ મુજબ પાછલા દિવસોમાં રસીકરણની ગતિ પણ ઓછી થઈ છે. જ્યાં અગાઉ દરરોજ 4 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી હતી. જ્યારે, હવે આ આંકડો દરરોજ ડોઝ દીઠ 3.4 લાખ પર આવી ગયો છે. કોરોના કુલ કેસમાંથી 45 ટકા ગ્રામીણ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઓછામાં ઓછા 20 ટકા જિલ્લાઓમાં બીજી લહેરની અસર હજી ઘટી નથી. હાલમાં અહીં દરરોજ મોટી સંખ્યામાં કોરોનાનાં કેસ નોંધાય છે. લગભગ એક મહિના પહેલા, અહીં કોરોનાના નવા કેસોની ગતિ ઘટીને પાંચ ટકા થઈ ગઈ હતી. આને કારણે ત્રીજી લહેરની ચિંતા પણ વધુ સતાવવા લાગી છે.

Share: