જાણીતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા સહિત 10 લોકોને 37 કરોડનો દંડ

જાણીતા રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા સહિત 10 લોકોને 37 કરોડનો દંડ

નવી દિલ્હી,તા.15.જુલાઈ.2021

શેર બજારના દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલા , તેમના પત્ની રેખા ઝુનઝુનવાલા સહિતના 10 લોકોને સેબીએ 37 કરોડ રુપિયાનો દંડ ફટકાર્યો છે.

તેમના પર 2016માં ઈનસાઈડર ટ્રેડિંગનો એક કેસ થયો હતો.આ મામલામાં સેબીએ સેટલમેન્ટ ફીસ તરીકે 37 કરોડ રુપિયાનો દંડ ફટકારીને મામલાની માંડવાળ કરી હોવાનુ જાણવા મળ્યો છે.

એપટેક નામની એજ્યુકેશન કંપનીમાં ઝુનઝુનવાલા સહિતના 10 લોકો પ્રમોટર હતા.આ કંપનીના શેરમાં ઝુનઝુનવાલા પર ઈનસાઈડર ટ્રેડિંગના આરોપ લાગ્યા હતા.જેના પગલે સેબી દ્વારા તેની તપાસ શરુ કરવામાં આવી હતી.

એવો આરોપ લાગ્યો હતો કે, 2016માં એપટેક દ્વારા પ્રી સ્કૂલ સેગમેન્ટમાં ઝુકાવવાનુ જાહેરાત કરવામાં આવી હતી અને આ બાબતની ઉત્પલ સેઠ અને રાકેશ ઝુનઝુનવાલાને પહેલેથી જાણકારી હતી અને બીજા પણ કેટલાક લોકોને તેની જાણકારી હતી.સેબીનુ કહેવુ છે કે, તેના આધારે જ રાકેશ ઝુનઝુનવાલા, રેખા ઝુનઝુનવાલા, રાજેશ ઝુનઝુનવાલા, સુશીલા દેવી ગુપ્તા, સુધા ગુપ્તા અને ઉષ્મા શેઠે એપટેકના શેર ખરીદયા હતા.

જોકે આ કેસમાં હવે રાકેશ ઝુનઝુનવાલાને 18 કરોડ અને તેમના પત્નીને 3.2 કરોડ રુપિયા સેબીને દંડ પેટે આપવા પડયા છે અને બીજા લોકો પાસે પણ કુલ મળીને 37 કરોડ રુપિયા દંડ ફટકાર્ય છે.આ પહેલા ઝુનઝુનવાલા પરિવારે જ આ મામલામાં સેટલમેન્ટ કરવા માટે સેબીને અપીલ કરી હતી.

એપટેકમાં ઝુનઝુનવાલા પરિવારના સભ્યોની 49 ટકા હિસ્સેદારી છે.

Share: