મોટો બદલાવઃ કમલનાથને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવા હિલચાલ

મોટો બદલાવઃ કમલનાથને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવવા હિલચાલ

નવી દિલ્હી,તા.15.જુલાઈ.2021

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથને કોંગ્રેસમાં મોટી જવાબદારી આપવામાં આવે તેવી શક્યતાઓ છે.

કમલનાથને સોનિયા ગાંધીની જગ્યાએ પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવે તેવી શક્યતાઓ છે.થોડા સમય પહેલા જ કમલનાથ કોંગ્રેસના હાલના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા માટે પહોંચ્યા છે.બીજી તરફ પ્રિયંકા ગાંધી પણ સોનિયા ગાંધીના નિવાસ સ્થાને પહોંચ્યા છે.

કોંગ્રેસના અધ્યક્ષપદ માટે પાર્ટીની અંદર છેલ્લા કેટલાય સમયથી ચર્ચાઓ ચાલી રહી છે.આ પદ માટે કોંગ્રેસ પાર્ટીના સૌથી વફાદાર નેતા કમલનાથના નામ અંગે વિચારી રહી છે.જો કમલનાથને આ જવાબદારી અપાઈ તો પાર્ટીમાં આ બહુ મોટો બદલાવ કહેવાશે.

એવુ મનાઈ રહ્યુ છે કે, સંસદના ચોમાસુ સત્ર બાદ પાર્ટીના અધ્યક્ષની ચૂંટણી કરવામાં આવશે.આગામી વર્ષે સંખ્યાબંધ રાજ્યોમાં ચૂંટણીઓ થવાની છે ત્યારે આ જાહેરાત મહત્વની સાબિત થશે અને સોનિયા ગાંધી પણ તેના થકી પાર્ટીના અસંતુષ્ટ નેતાઓને સંદેશો આપશે તેવુ મનાઈ રહ્યુ છે.

Share: