ભારતીય સેનાને શાકભાજી સપ્લાય કરનાર નિકળ્યો જાસૂસ, પોલીસે કરી ધરપકડ

ભારતીય સેનાને શાકભાજી સપ્લાય કરનાર નિકળ્યો જાસૂસ, પોલીસે કરી ધરપકડ

નવી દિલ્હી,તા.15.જુલાઈ.2021

દિલ્હી પોલીસે પાકિસ્તાન માટે જાસૂસી કરનારા એક વ્યક્તિની રાજસ્થાના પોખરણમાંથી ધરપક ડકરી છે.

48 વર્ષીય આ વ્યક્તિની ઓળખ હબીબ ખાન તરીકે થઈ છે અને તે રાજસ્થાનના બીકાનેરનો રહેવાસી હોવાનુ જાણવા મળ્યુ છે.તેના પર પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈ પર જાસૂસી કરવાની સાથે સાથે ભારતીય સેનાના ગુપ્ત દસ્તાવેજો પૂરા પાડવાનો પણ આરોપ છે.તેણે પોખરણમાં તૈનાત સેનાના એક ઓફિસ પાસેથી ગુપ્ત દસ્તાવેજો મેળવ્યા હતા.

આ મામલામાં સેનાના બીજા કર્મચારીઓની પણ મિલિભગત સામે આવે તેવી શક્યતા છે.દિલ્લી પોલીસના કહેવા પ્રમાણે હબીબખાન પોખરણમાં રહેતો હતો અને ભારતીય સેનાને શાકભાજી સપ્લાય કરવાનો કોન્ટ્રાક્ટ તેની પાસે હતો.જેના કારણે સેનાના રસોડા સુધી તેની પહોંચ હતી.

જોકે સેનાને તેના પર શંકા ગઈ હતી અને એ પછી પોલીસે તપાસ શરુ કરી હતી.દિલ્હી પોલીસે પોખરણ જઈને તેની અટકાયત કરી હતી.હબીબ ખાનની પૂછપરછમાં જાસૂસીનુ મોટુ રેકેટ ઝડપાય અને બીજા પણ લોકોની ધરપકડ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે.

Share: