મંત્રીમંડળ બાદ કેબિનેટ કમિટીઓમાં પણ ધરખમ ફેરફારો, યુવા નેતાઓને મળ્યુ સ્થાન

મંત્રીમંડળ બાદ કેબિનેટ કમિટીઓમાં પણ ધરખમ ફેરફારો, યુવા નેતાઓને મળ્યુ સ્થાન

નવી દિલ્હી,તા.13.જુલાઈ.2021

કેન્દ્રીય મંત્રી મંડળમાં થયેલા બદલાવ બાદ હવે કેબિનેટ કમિટીઓમાં પણ મહત્વના ફેરફાર કરવામાં આવ્યા છે.કેબિનેટ કમિટીઓમાં પણ હવે પીએમ મોદીએ યુવા નેતાઓને પ્રાથમિકતા આપી છે.

આ કમિટીઓમાં સ્મૃતી ઈરાની, ભુપેન્દ્ર યાદવ, સર્વાનંદ સોનોવાલ, મનસુખ માંડવિયા, જ્યોતિરાદિત્ય સિંધિયા, ગિરિરાજસિંહ સહિતના મંત્રીઓને જગ્યા આપવામાં આવી છે.ભુપેન્દ્ર યાદવને તમામ મહત્વની કમિટીઓમાં સ્થાન આપવામાં આવ્યુ છે.

જાણો કઈ કમિટીમાં કોને જગ્યા મળી છે

પોલિટિકલ અફેર્સ કમિટીઃ ભુપેન્દ્ર યાદવ, સ્મૃતિ ઈરાની, સર્વાનંદ સોનોવાલ, મનસુખ માંડવિયા, ગિરિરાજ સિંહ

ઈન્વેસ્ટમેન્ટ ગ્રથ કમિટીઃ નારાયણ રાણે, જ્યોતિરાદિત્ય સિંધિયા, અશ્વિની વૈષ્ણવ

રોજગાર એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ કમિટીઃ ધર્મેન્દ્ર પ્રધાન, અશ્વિની વૈષ્ણવ, ભુપેન્દ્ર યાદવ, હરદીપ પુરી, આરસીપી સિંહ

પાર્લામેન્ટરી અફેર્સ કમિટીઃ અર્જુન મુંડા, વિરેન્દ્ર કુમાર, કિરણ રિજ્જુ, અનુરાગ ઠાકુર

Share: