NEET પરીક્ષાની તારીખ થઇ જાહેર, સપ્ટેમ્બરમાં આ દિવસે પરીક્ષા લેવામાં આવશે, આવતીકાલથી અરજી પ્રક્રિયા શરૂ

NEET પરીક્ષાની તારીખ થઇ જાહેર, સપ્ટેમ્બરમાં આ દિવસે પરીક્ષા લેવામાં આવશે, આવતીકાલથી અરજી પ્રક્રિયા શરૂ

નવી દિલ્હી, 12 જુલાઇ 2021 સોમવાર

NEET પરીક્ષાની તારીખો આખરે જાહેર કરવામાં આવી છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને સોમવારે આ અંગેની જાહેરાત કરી છે. શિક્ષણ પ્રધાને ટ્વિટ કર્યું કે NEET (UG) 2021 ની પરીક્ષા 12 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે. આ પહેલા આ પરીક્ષા 1 ઓગસ્ટે યોજાવાની હતી. તેમણે જણાવ્યું કે આ સમય દરમિયાન કોવિડ -19 પ્રોટોકોલનું સંપૂર્ણનું પાલન કરવામાં આવશે. તેની અરજીની પ્રક્રિયા મંગળવારથી  NTAની વેબસાઇટ પર શરૂ થશે.

કેન્દ્રીય શિક્ષણ પ્રધાને કહ્યું કે કોવિડ -19 પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને, તમામ વિદ્યાર્થીઓને કેન્દ્રમાં જ ફેસ માસ્ક આપવામાં આવશે. આ ઉપરાંત પ્રવેશ અને બહાર નીકળવાનો સમય સ્લોટ નક્કી કરવામાં આવશે. કોન્ટેક્ટલેસ રજીસ્ટ્રેશન, સેનિટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે બેઠક વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે.

તેમણે વધુમાં માહિતી આપતા જણાવ્યું કે સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધોરણોનું પાલન કરવા પરીક્ષાઓ લેવાની હોય તેવા શહેરોની સંખ્યા 155 થી વધારીને 198 કરવામાં આવી છે. 2020 ની તુલનામાં પરીક્ષા કેન્દ્રો પણ વધારીને 3862 કરવામાં આવ્યા છે.

NEET UG 2021 એપ્લિકેશન: કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, અરજીની પ્રક્રિયા 13 જુલાઇ, મંગળવારથી શરૂ થશે. અરજી ફોર્મની લિંક નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની વેબસાઇટ nta.ac.in અથવા ntaneet.nic.in ની વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ કોઈ પણ વેબસાઇટ પર જઇને આ ફોર્મ ભરી શકે છે.

દેશભરના લાખો વિદ્યાર્થીઓ NEET UG 2021 ની પરીક્ષાની તારીખોની રાહ જોઈ રહ્યા હતા. કોરોના વાયરસની બીજી લહેરને કારણે તેને મુલતવી રાખવી પડી. આ અંગેની વિસ્તૃત માહિતી જાહેર કરવા વિદ્યાર્થીઓ ઘણા સમયથી માંગ કરી રહ્યા હતા. અગાઉ પરીક્ષાની તારીખ 1 ઓગસ્ટ બતાવવામાં આવી હતી, પરંતુ અરજી ફોર્મ અંગે કોઈ માહિતી આપવામાં આવી ન હતી.

Share: