ગુજરાતમાં આજે 42 નવા કેસ, એક પણ મોત નહીં, રિકવરી રેટ 98.66 ટકા

ગુજરાતમાં આજે 42 નવા કેસ, એક પણ મોત નહીં, રિકવરી રેટ 98.66 ટકા

ગાંધીનગર, 11 જુલાઇ 2021 રવિવાર

રાજ્યમાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં આવી ગયું છે, આજે નવા 42 કેસો નોંધાયા છે. જ્યારે એક પણ દર્દીનું મોત થયું નથી, કુલ મૃત્યુઆંક 10,073 છે, બીજી તરફ 262 દર્દીઓ સાજા થયા છે, અત્યાર સુધીમાં 8,13,238 દર્દીઓ ડિસ્ચાર્જ થઇ ચુક્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,24,246 થઇ છે.

રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 931 પહોંચી ગઈ છે. જ્યારે કુલ 09 દર્દીઓને હાલ વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે. જ્યારે 922 દર્દીઓની હાલત સ્ટેબલ છે. ગુજરાતમાં રિકવરી રેટ હાલમાં 98.66% એ આવી ગયો છે. 

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે સુરતમાં 13, અમદાવાદમાં 7, રાજકોટમાં 4 કેસ, વડોદરામાં 4, ભાવનગર-જામનગરમાં 2-2 કેસ, જૂનાગઢમાં 1, કચ્છ-સુરેન્દ્રનગરમાં 2-2 કેસ, આણંદ-દ્વારકા-ગીર સોમનાથમાં 1-1 કેસ, નવસારી અને વલસાડમાં 1-1 કેસ નોંધાયા છે.

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 175ને પ્રથમ અને 8930 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 38478 લોકોને પ્રથમ અને 64871 લોકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષનાં 115506 લોકોને રસીનો પ્રથમ અને 4989 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો છે. આજે કુલ 2,32,949 લોકોને રસી અપાઇ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,78,60,422 કુલ લોકોને રસીના કુલ ડોઝ અપાઇ ચુક્યા છે. 

Share: