શું છત્તીસગઢનાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની ખુરશી જશે?, જાણો તેમણે શું કહ્યું

શું છત્તીસગઢનાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલની ખુરશી જશે?, જાણો તેમણે શું કહ્યું

નવી દિલ્હી, 11 જુલાઇ 2021 રવિવાર

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ રવિવારે પાર્ટીના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીને મળવા માટે  દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાન 10 જનપથ પહોંચ્યા હતા. જોકે પછીથી તેમણે કહ્યું હતું કે હું મેડમ (સોનિયા ગાંધી) ને મળ્યો નથી, હું પ્રિયંકા જી (પ્રિયંકા ગાંધી વાડરા) ને મળ્યો છું. હું મારા (રાજ્ય) પ્રભારી (પીએલ પુનિયા) તેમજ કેસી વેણુગોપાલને પણ મળીશ.

બઘેલે કહ્યું કે, જો કોંગ્રેસ હાઈકમાન્ડ બીજા કોઈને છત્તીસગઢના મુખ્ય પ્રધાન બનાવવાનું કહેશે, તો તે તેવું જ કરશે. અઢી વર્ષ રાજ્યના મુખ્ય પ્રધાન બનવાની સમજૂતીની અટકળો વચ્ચે બઘેલે કહ્યું કે, “હાઈકમાન્ડે મને શપથ લેવા (મુખ્ય પ્રધાનપદે) નિર્દેશ આપ્યો હતો, તેથી મેં શપથ લીધા.” જ્યારે તેઓ કહે છે કે બીજો મુખ્યમંત્રી હશે, ત્યારે એમ થશે. ગઠબંધન સરકારમાં આવી સમજુતી હોય છે.

10 જનપથ ખાતે બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરતાં તેમણે એમ પણ કહ્યું કે તેઓ ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓની જવાબદારી લેવા તૈયાર છે. છત્તીસગઢમાં કોંગ્રેસને ત્રણ-ચતુર્થાંસ બહુમતી છે. હું (કોંગ્રેસ મહાસચિવ) પ્રિયંકા ગાંધીજીને મળ્યો, હવે હું (વરિષ્ઠ નેતા) પીએલ પુનિયા જીને મળી રહ્યો છું. જો હાઈકમાન્ડ મને યુપીની આગામી ચૂંટણી માટે કોઈ જવાબદારી આપશે, તો હું તે નિભાવીશ.

Share: