ગુજરાતમાં આજે કોરોનાના 56 કેસ નોંધાયા, 1 દર્દીનું મોત,કુલ મૃત્યુઆંક 10073

ગુજરાતમાં આજે કોરોનાના 56 કેસ નોંધાયા, 1 દર્દીનું મોત,કુલ મૃત્યુઆંક 10073

ગાંધીનગર, 9 જુલાઇ 2021 શુક્રવાર

રાજ્યમાં કોરોના સંક્રમણ સતત ઘટી રહ્યું છે, જો કે ત્રીજી લહેરની આશંકા હજુ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે, આજે કોરોનાના 56 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાથી એક દર્દીનું મોત થયું છે. રાજ્યમાં આજે 196 લોકોએ કોરોનાને હરાવ્યો છે, હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1356 છે. જે પૈકી 8 દર્દી વેન્ટીલેટર પર છે. 

રાજ્યમાં કુલ 1356 એક્ટિવ કેસ છે. જે પૈકી 8 દર્દી વેન્ટીલેટર પર છે. 1348 દર્દીની હાલત સ્ટેબલ છે. 8,12,718 લોકો ડીસ્ચાર્જ થઇ ચુક્યા છે. કોરોનાથી કુલ મૃત્યુઆંક 10073 પહોંચ્યો છે.  

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોના વાયરસ કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે અમદાવાદ કોર્પોરેશનમાં 12, અમરેલી 3, આણંદ 1, ભાવનગર કોર્પોરેશન 2, ગાંધીનગર 1, ગાંધીનગર કોર્પોરેશન 2,ગીર સોમનાથ 1, જામનગર 2, જામનગર કોર્પોરેશન 1, જૂનાગઢ 1, જૂનાગઢ કોર્પોરેશન 1, કચ્છ 1, નવસારી 1, પોરબંદર 1, રાજકોટ કોર્પોરેશન 4, સાબરકાંઠા 1, સુરત 2,  સુરત કોર્પોરેશનમાં 10,  સુરેન્દ્રનગર 1, વડોદરા 2, વડોદરા કોર્પોરેશન 5, વલસાડ 1 સહિત કુલ 56 કેસ નોંધાયા છે. 

રાજ્યમાં તા 8 અને 9 જુલાઈ દરમિયાન વેક્સિનેશનની કામગીરી બંધ રાખવામાં આવી છે. પરંતુ આવતીકાલ 10 જુલાઈથી ફરી રસીકરણ અભિયાન શરૂ કરાશે.

Share: