સ્વીડનઃ વિમાન અકસ્માતમાં 8 સ્કાયડાઈવર્સ અને પાયલોટનું મોત

સ્વીડનઃ વિમાન અકસ્માતમાં 8 સ્કાયડાઈવર્સ અને પાયલોટનું મોત


– વિમાન રનવે પર મળી આવ્યું હતું અને તે ઉડાન ભરતી વખતે દુર્ઘટનાનો શિકાર બન્યું હતું

નવી દિલ્હી, તા. 09 જુલાઈ, 2021, શુક્રવાર

સ્વીડનના ઓરેબ્રો શહેરમાં એક વિમાન અકસ્માત થયો હતો. તેમાં પાયલોટ અને 8 સ્કાયડાઈવર્સ સવાર હતા. અકસ્માતમાં તમામ 8 સ્કાયડાઈવર્સ અને પાયલોટનું મોત થયું છે. 

સ્વીડનના જોઈન્ટ રેસ્ક્યુ કોઓર્ડિનેશન સેન્ટર (જેઆરસીસી)ના કહેવા પ્રમાણે તે એક નાનું પ્રોપેલર વિમાન હતું જે ઓરેબ્રો એરપોર્ટ પાસે સ્ટોકહોમથી 160 કિમી પશ્ચિમમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. 

જેઆરસીસીના કહેવા પ્રમાણે તેમને આ વિમાન રનવે પર મળી આવ્યું હતું અને તે ઉડાન ભરતી વખતે દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. વિમાનમાં કુલ 9 લોકો સવાર હતા. 

પોલીસ પ્રવક્તા લાર્સ હેડેલિનના કહેવા પ્રમાણે તેમાં અનેક લોકોના મોત થયા છે, જોકે તેમણે ચોક્કસ આંકડો નહોતો કહ્યો. ઉપરાંત તેમણે ગંભીર રીતે ઘાયલ એક વ્યક્તિને હોસ્પિટલ લઈ જવામાં આવી હોવાની માહિતી પણ આપી હતી. 

2019માં પણ ઉત્તર પૂર્વ સ્વીડનના યૂમીયા શહેરમાં આ પ્રકારનું એક વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યું હતું જેમાં 9 લોકોના મોત થયા હતા. 

Share: