ટોક્યો ઓલિમ્પિક દર્શકો વગર જ યોજાશે, કોરાનાના વધતા કેસોને કારણે આયોજકોએ લીધો આ નિર્ણય

ટોક્યો ઓલિમ્પિક દર્શકો વગર જ યોજાશે, કોરાનાના વધતા કેસોને કારણે આયોજકોએ લીધો આ નિર્ણય

ટોક્યો, 8 જુલાઇ 2021 ગુરૂવાર

ટોક્યો ઓલિમ્પિક 2020 દર્શકો વગર યોજવામાં આવશે. આયોજકોએ ગુરુવારે નિર્ણય લીધો કે ટોક્યો ઓલિમ્પિકમાં દર્શકોને મેદાનમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જાપાનની સરકાર, ટોક્યો ઓલિમ્પિકનાં આયોજકો, ઓલિમ્પિક અને પેરાલિમ્પિકનાં પ્રતિનિધિઓ વચ્ચેની વાતચીત બાદ આ પગલું લેવામાં આવ્યું છે. જાપાનના ઓલિમ્પિક પ્રધાને ગુરુવારે જાહેરાત કરી કે ઇમર્જન્સીને લીધે ટોક્યોમાં જ્યા ઓલિમ્પિક રમતોત્સવ યોજાનાર છે, તે સ્થળોને દર્શકોનાં આવવા પર પ્રતિબંધિત કરાશે.

દર્શકોની ગેરહાજરીનો અર્થ એ કે હવે મોટાભાગની રમતો બંધ દરવાજાની પાછળ રમવામાં આવશે. રોઇટર્સનાં જણાવ્યા અનુસાર, સ્થાનિક અને રાષ્ટ્રીય સરકારી અધિકારીઓ, આયોજકો, ઓલિમ્પિક અને પેરાલિમ્પિકનાં વડાઓ સાથે વાતચીત કર્યા પછી, તામાયો મારુકાવાએ કહ્યું કે અમે ટોક્યો ગેમ્સના સ્થળોમાં દર્શકો વિના પ્રવેશ અંગેના કરાર પર પહોંચી ગયા છે. મોટાભાગના ઓલિમ્પિક કાર્યક્રમો ટોક્યોમાં યોજાશે, પરંતુ કેટલાક કાર્યક્રમો જાપાનની રાજધાનીની બહાર યોજવામાં આવશે.

ટોક્યો ઓલિમ્પિકની શરૂઆતના બે અઠવાડિયા પહેલા ગુરુવારે, જાપાનની સરકારે ટોક્યોમાં કઇમર્જન્સીની સ્થિતિ જાહેર કરી હતી. ટોક્યો ઓલિમ્પિક્સ 23 જુલાઈથી શરૂ થવાની છે, જે 8 ઓગસ્ટ સુધી ચાલશે. જાપાનની રાજધાની ટોક્યોમાં કોરાના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. કોરોનાનાં ખતરનાક ડેલ્ટા વેરિઅન્ટના ફેલાવાને કારણે અધિકારીઓની ચિંતા વધારી છે. દર્શકો વગર યોજાનારો ટોક્યો ઓલિમ્પિક 2020 એ સૌ પ્રથમ ઓલિમ્પિક્સ હશે.

વડા પ્રધાન યોશીહિદે સુગાએ જણાવ્યું કે વિશ્વના અન્ય ભાગોમાં જોવા મળતા લોકડાઉનની તુલનામાં આ જે ઇમર્જન્સી લગાવવામાં આવી છે, તે પ્રમાણમાં હળવી છે, 22 ઓગસ્ટ સુધી ટોક્યોમાં ઇમર્જન્સીની સ્થિતિ અમલમાં રહેશે. મહત્વનું છે કે, બુધવારે ટોક્યોમાં કોરોના વાયરસનાં 920 નવા કેસ નોંધાયા હતા. મે મહિના પછી એક દિવસમાં આટલા કેસ નોંધાયાનો આ નવો રેકોર્ડ છે.

Share: