અમદાવાદ: ખોખરામાં પાણીની ટાંકીમાંથી યુવતીની લાશ મળતાં ચકચાર

અમદાવાદ: ખોખરામાં પાણીની ટાંકીમાંથી યુવતીની લાશ મળતાં ચકચાર


– મોહન એસ્ટેટ ગારમેન્ટ કંપનીના ત્રીજા માળે પ્લાસ્ટિકની ટાંકીમાંથી લાશ મળી

– હત્યા કરાઈ હોવાની આશંકા સાથે ખોખરા પોલીસે તપાસ હાથ ધરી

અમદાવાદ,તા.6 જુલાઇ 2021,મંગળવાર

અમદાવાદના ખોખરા મોહન એસ્ટેટમાં ગારમેન્ટ કંપનીના ત્રીજા માળે ધાબા પરની પાણીની પ્લાસ્ટિકની ટાંકીમા યુવતીની લાશ મળી આવી છે, હત્યા કરાઈ હોવાની આશંકા સાથે ખોખરા પોલિસ ઈન્સપેકટર વાય એસ ગામિતની સાથેનો પોલિસ કાફલો ઘટના પર પહોંચી ગયો છે

ફાયર વિભાગના જવાનોએ ઝાડ કાપવાના મશીન વડે ટાંકીને કાપીને લાશને બહાર કાઢી, અસહ્ય દુગઁધ મારતી હતી.

ત્રણેક દિવસ પહેલાનો બનાવ હોવાનું અનુમાન લગાવાયુ અને સઘન તપાસ હાથ ધરાઈ

યુવતીની ઓળખ હજુ બાકી હોઈને ગારમેન્ટમા કામ કરતા લોકોના પુછપરછ હાથ ધરાઈ રહી છે. ઘટના પર લોકોના ટોળા આ જોવા ઉમટ્યા હતા.

Share: