×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

"મિત્રો વાળુ રાફેલ છે, સવાલ કરો તો જેલ છે"રાહુલ ગાંધીએ ફરી તાક્યુ સરકાર પર નિશાન

નવી દિલ્હી,તા.6 જુલાઈ 2021,મંગળવાર

રાફેલ ડીલને લઈને ફરી એક વખત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને ઘેરી છે.

ફ્રાંસમાં રાફેલ લડાકુ વિમાનના ભારત સાથેના સોદાને લઈને એક કોર્ટે તપાસના આદેશ આપ્યા છે અને એ પછી કોંગ્રેસ દ્વારા સતત આ મુદ્દે મોદી સરકાર પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. રાફેલ ડીલ મુદ્દે આજે ફરી રાહુલ ગાંધીએ નિવેદન આપ્યુ છે અને સાથે સાથે પેટ્રોલ ડિઝલની વધતી કિંમતોને લઈને પણ સરકારની ઝાટકણી કાઢી છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને એક કવિતાના સ્વરૂપમાં વિરોધ નોંધાવ્યો હતો...રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે......

મિત્રો વાળુ રાફેલ છે

ટેક્સ વસૂલી તેમજ મોંઘુ તેલ છે

સરકારી સાહસોનુ આંધળુ સેલ છે

અને સવાલ કરો તો જેલ છે

મોદી સરકાર ... છે

રાહુલ ગાંધીએ છેલ્લી લાઈનમાં એક શબ્દની જગ્યા ખાલી રાખીને યુઝર્સને કહ્યુ હતુ કે, ખાલી જગ્યા ભરો .

કોંગ્રેસ મોદી સરકાર પર તમામ મુદ્દાઓને લઈને હુમલા કરી રહી છે. કોંગ્રેસે લોકસભાની ગત ચૂંટણીઓમાં પણ રાફેલ ડીલમાં કથિત ભ્રષ્ટાચારનો મુદ્દો પ્રચાર દરમિયાન ચગાવ્યો હતો. જેમાં પીએમ મોદીને આરોપી ગણાવાયા હતા.

આ પહેલા પણ રાફેલ ડીલને લઈને રાહુલ ગાંધીએ તાજેતરમાં એક ફોટો શેર કરીને લખ્યુ હતુ કે, ચોરની દાઢીમાં તણખલુ..જેમાં પીએમ મોદીની દાઢીની નીચે રાફેલ વિમાન દર્શાવાયુ હતુ.