×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કોંગ્રેસમાં બદલાવની ફોર્મ્યુલા, ગાંધી પરિવારની બહારના વ્યક્તિને અધ્યક્ષ બનાવાય તેવી શક્યતા

નવી દિલ્હી,તા.6 જુલાઈ 2021,મંગળવાર

કોંગ્રેસમાં આગામી દિવસોમાં ધરખમ ફેરફારો થવાની શક્યતા દેખાઈ રહી છે. પાર્ટીની અંદર ઉઠી રહેલા વિરોધાભાસી સૂર અને્ બીજી સહયોગી પાર્ટીઓના દબાણની વચ્ચે પાર્ટી સક્રિય મોડમાં દેખાવા માંગે છે.

સૂત્રોનુ કહેવુ છે કે, પાર્ટીમાં બદલાવ માટે ત્રણ ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી છે. જેના ભાગરૂપે ગાંધી પરિવારની બહારના વ્યક્તિને કોંગ્રેસના અધ્યક્ષ બનાવાઈ શકે છે. કારણકે રાહુલ ગાંધી પરિવારથી અલગ કોઈ વ્યક્તિને અધ્યક્ષ બનાવવા માટે મક્કમ છે. હવે પાર્ટી પણ આ વાત સ્વીકારે તેવી શક્યતા છે.

બીજી તરફ લોકસભામાં રાહુલ ગાંધી વિપક્ષના નેતા બનવા તૈયાર થઈ શકે છે. બીજી ફોર્મ્યુલાના ભાગરૂપે પાર્ટી સોનિયા ગાંધીને 2024 સુધી અધ્યક્ષ બનવા માટે આગ્રહ કરી શકે છે. અથવા તો ત્રીજી ફોર્મ્યુલા એવી છે કે, રાહુલ ગાંધીને જ પાર્ટીના અધ્યક્ષ બનવા માટે કોંગ્રેસી નેતાઓ દબાણ કરી શકે છે. જોકે રાહુલ ગાંધી હાલના તબક્કે આ પદ લેવા માટે તૈયાર નથી.

બીજી તરફ હરિયાણા કોંગ્રેસમાં જૂથવાદ સપાટી પર આવી ગયો છે. પૂર્વ સીએમ ભુપેન્દ્રસિંહ હુડ્ડા જુથના 22 ધારાસભ્યોએ સોમવારે કુમાર સૈલજા સામે મોરચો ખોલ્યો છે. આ ધારાસભ્યો પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મળવા માટે દિલ્હી પહોંચ્યા હતા અને તેમણે માંગ કરી હતી કે, કુમાલી સૈલજાની જગ્યાએ હુડ્ડાને પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવે. કારણકે ઓમ પ્રકાશ ચૌટાલાના જેલમાંથી બહાર આવ્યા બાદ જાટ વોટબેન્કને જાળવી રાખવા માટે હુડ્ડાને ફ્રી હેન્ડ આપવો જરૂરી છે.