×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યમાં કોરોનાનાં 70 નવા કેસ, 2 દર્દીનાં મોત, રીકવરી રેટ વધીને 98.48 ટકા

ગાંધીનગર, 4 જુલાઇ 2021 રવિવાર

રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણ જે ઝડપથી ઘટી રહ્યું છે, તે હાશકારો આપનારૂ છે, આજે કોરોનાના નવા 70 કેસો નોંધાયા છે, રાજ્યમાં આજે અમદાવાદ શહેર અને જુનાગઢ જિલ્લામાં કોરોનાને કારણે 1-1 એમ કુલ 2 દર્દીના મોત થયા છે, આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,070 થયો છે. અને કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,23,761 થઇ છે.

રાજ્યમાં આજે કોરોનાથી સાજા થયેલા કુલ 128 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,11,297 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 98.48 ટકા થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 2467 થયા છે, જેમાં 10 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 2457 દર્દીઓની હાલત સ્ટેબલ છે. 

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોના વાયરસ કેસની વિગત આ પ્રમાણે છે, જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 19,  સુરત કોર્પોરેશનમાં 10, રાજકોટ કોર્પોરેશન 8, પોરબંદર 3, વડોદરા 3,  વડોદરા કોર્પોરેશન 3, ભરૂચ 2, જામનગર 2, જૂનાગઢ 2, મેહસાણા 2, નવસારી 2, વલસાડ 2, અમરેલી 1, બનાસકાંઠા 1, ભાવનગર કોર્પોરેશન 1, દેવભૂમિ દ્વારકા 1, ગાંધીનગર કોર્પોરેશન 1,  ગીર સોમનાથ 1, જામનગર કોર્પોરેશન 1, કચ્છ 1, મોરબી 1, પંચમહાલ 1, સાબરકાંઠા 1 અને તાપીમાં 1  કેસ નોંધાયો છે. 

રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ આજે 18-45 વર્ષના 1,39,401 લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આજે થયેલા રાજ્યમાં આજે થયેલા રસીકરણના આંકડાઓ જોઈએ તો 200 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 6,626 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 45 થી વધુ ઉમરના 44,506 નાગરિકોને પ્રથમ ડોઝ, 45 થી વધુ ઉમરના 69,328 નાગરિકોને બીજો ડોઝ, 18-45 વર્ષ સુધીના 1,39,401 નાગરિકોને પ્રથમ ડોઝ, 18-45 વર્ષ સુધીના 5586 નાગરિકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. આ સાથે જ અત્યાર સુધીમાં કુલ 2,68,07,725 ડોઝનું રસીકરણ પૂરૂ થયું છે.