આઈ’મ હીઝ ફાધર…! લેખક: વિજય ઠક્કર (May 2021)
મીસીસ બાવીસી દાદર પરથી નીચે આવ્યાં. તેમની પાછળ બે-ત્રણ પ્રોફેસરો પણ ઊતર્યા અને પટાવાળો મનસુખ મેડમની બ્રીફકેસ લઈને આગળથી જ ગાડી પાસે પહોંચી ગયો હતો. ડ્રાયવર ગાડી પોર્ચમાં લઇ આવી ને મેડમની રાહ જોતો ઊભો હતો..
ડૉક્ટર મીસીસ શશીકલા બાવીસી હજુ છ મહિના પહેલાં જ આ કૉલેજમાં ટ્રાન્સ્ફર થઈને આવ્યાં છે. અંગ્રેજી લિટરેચરમાં તેમણે પી.એચ.ડી કર્યું છે.. ધારદાર બુદ્ધિપ્રતિભા, સ્પષ્ટવક્તા, શિસ્તના આગ્રહી, કામ કરવાનો જબ્બર જુસ્સો અને સબોરડીનેટ્સ પાસેથી કામ કરાવવાની તેમની આવડત અને ત્રેવડ બંને ગજબ.. એમનો પ્રભાવ જ એવો કે એ કૉલેજના રાઉન્ડમાં નીકળે એટલે આખું કૅમ્પસ ખાલી થઈ જાય. અધ્યાપકો કે વિદ્યાર્થીઓ કોઈ આડુંઅવળું ફરતું ના દેખાય. આ હતું એમના વ્યક્તિત્વનું એક પાસું. એમનાં વ્યક્તિત્વનું બીજું પાસું પણ એવું જ મજબૂત. ઓછું બોલવું, ધીમાં અવાજે બોલવું. અવાજની ટોનલ ક્વોલીટી બેમિસાલ હતી. પ્રભાવક, સહેજ હસ્કી – થોડો મર્દાના અવાજ હતો. સ્વભાવના ખૂબ શાંત, સૌમ્ય, અને જાજરમાન કેરીષ્મેટીક વ્યક્તિત્વ, મધ્યમસરનો બાંધો.. પ્રમાણસરની હાઈટ, ઊજળો વાન અને કોઈની પણ દ્ગષ્ટિ એમને જોતાં જ એમના પર સ્થિર થઈ જાય એવા ધારદાર ફીચર્સ. મીસીસ શશિકલાની ડ્રેસ સેન્સ પણ જબરદસ્ત. હમેશા સિલ્ક અથવા કલકત્તી કોટન કે પછી અવરગંડી પ્રકારની જ ડ્રાય કરેલી સાડી પહેરે. સિન્થેટિક કપડાં તો તેઓ ભાગ્યેજ પહેરતાં અને સાડી-બ્લાઉઝનું પરફેક્ટ કે કૉન્ટ્રાસ્ટ મૅચિંગ હોય. ખૂબ ઓછી જૂલરી પહેરતાં. પરફેક્ટલી ટ્રીમ્ડ બોબ્ડ હેર રાખે અને કપાળમાં એક નાનકડી બિંદી લગાવે અને રીમલેસ ગ્લાસીસ પહેરે…
શહેરનાં પશ્ચિમ કિનારે આવેલી આ કૉલેજ અંગ્રેજ શાસન વેળા કોઈક અંગ્રેજ અમલદારે શરુ કરાવેલી અને તેની આખા રાજ્યમાં ખૂબ પ્રતિષ્ઠા હતી. શહેરમાં જે થોડીઘણી કૉલેજો હતી એમાંની આ શ્રેષ્ઠ કૉલેજ હતી.. ખૂબ વિશાળ કેમ્પસમાં પથરાયેલી હતી અને તેની બાંધણી પણ અંગ્રેજી કોઠી પ્રકારની હતી..
મીસીસ બાવીસીનું જાજરમાન અને ઠસ્સાદાર વ્યક્તિત્વ અને આ ભવ્ય પ્રાચીન ઢબની ઇમારત જોઇને કોઈ એવું ચોક્કસ અનુમાન કરે જ કે તેઓ કોઈ રાજઘરાનાનાં ‘સ્ત્રી’ હશે….
કૉલેજમાં અગત્યની મીટિંગ હતી એટલે તેઓ મોડા સુધી રોકાયેલા. મીટિંગ પૂરી થઈ. ઘણાબધાં પહેલાં નીકળી ગયાં અને થોડા લોકો રોકાયેલા, જેઓ હવે મૅડમ સાથે નીકળ્યા. મૅડમ આગળ ચાલતાં હતાં અને બાકીના બધાં એમની પાછળ ચાલતા હતા.
છેલ્લા એકાદ બે વર્ષમાં કૉલેજનું વાતાવરણ ઘણું બગડી ગયું હતું. કૉલેજને તેની આગવી પ્રતિષ્ઠાને અનુરૂપ ચલાવવામાં અગાઉના આચાર્ય નિષ્ફળ ગયા અને તેથી જ મીસીસ બાવીસીને તાત્કાલિક અસરથી બદલીને અહીં લાવવામાં આવેલાં. ગવર્ન્મેન્ટ કૉલેજ હોવાથી એમાં ટ્રાન્સ્ફર થાય એ તો સ્વાભાવિક ગણાય અને એ જ રાહે એમની ટ્રાન્સ્ફર થઈ અને તેઓ અહીં આવી ગયાં. હા, જો કે કૉલેજને એની ખોવાયેલી પ્રતિષ્ઠા પાછી મેળવતા થોડો સમય લાગ્યો પણ બધાં દૂષણ અને તમામ અસામાજિક લોકોનો સફાયો થઈ ગયો..
રોજ સાંજે મોડે સુધી તેઓ કૉલેજમાં રોકાતાં. એમનો પરિવાર અહીં નથી એટલે ઘરની ચિંતા ખાસ નહોતી રહેતી. કૉલેજ તરફથી એમને સુંદર ક્વાર્ટર આપવામાં આવ્યું હતું જેને એમણે એમનાં ટેસ્ટ અને જરૂરિયાત પ્રમાણે સજાવ્યું છે. કૉલેજથી આવીને રોજ સાંજે વોક કરવા નીકળે અને બે-ત્રણ માઈલ જેટલું ચાલીને પાછાં આવે. મોડીરાત સુધી વાંચતાં હોય અને એમ કરતાં જ્યારે ઊંઘ આવે ત્યારે ઊંઘી જાય.
તે દિવસે લગભગ સાંજ પડવા આવી હતી, દિવસ આથમી ચૂક્યો હતો અને મૅડમ ઑફિસમાંથી નીકળીને એમની સરકારી ગાડી તરફ જતાં હતાં. ડ્રાયવરે દૂરથી જ મૅડમને આવતાં જોયા એટલે એ કારનો દરવાજો ખોલીને ઊભો રહી ગયો.. મૅડમ કારમાં બેઠાં અને દરવાજો બંધ કરતાં સાથેના પ્રોફેસરોને કહ્યું..: “ઓ.કે. ફ્રેન્ડ્સ, ગુડ નાઇટ એન્ડ ટેક કેર… વી શેલ મીટ ટૂ મોરો ધેન….!!”
“યસ મે’મ…ગુડ નાઇટ” એક સાથે ત્રણ-ચાર જણાનો અવાજ આવ્યો..
કારનો દરવાજો બંધ થયો અને કાર ધીરેધીરે ચાલવા માંડી… અને એ સાથે જ એમણે ડ્રાયવરને કાર રોકવાની સૂચના આપી. કાર રોકાઈ એટલે તરત જ એમને મૂકવા આવેલા અધ્યાપકો દોડતા કાર પાસે આવી પહોંચ્યા..
મૅડમની નજર દૂર પ્લે-ગ્રાઉન્ડ પાસે એક ઝાડ નીચે બેઠેલા યુવાન છોકરા- છોકરી તરફ ગઈ
“અરે આટલી મોડી સાંજે આ લોકો કૉલેજ કેમ્પસમાં શું કરે છે..?” ક્યાં છે સિક્યુરીટી..? જલદી લઈ આવો એ બંને જણને અહીં..” એટલું બોલતાં બોલતાં કારમાંથી બહાર આવી ગયાં. એકદમ ધૂઆંપૂઆં થઈ ગયાં. અધ્યાપકો પણ વિચારવા લાગ્યા કે મૅડમ કેમ આવું વર્તન કરે છે..? કૉલેજ કેમ્પસમાં તો આવું બધું બનતું જ હોય. સિક્યુરીટીનાં જવાનને એ બન્નેને લઈને આવતા થોડી વાર લાગી પણ તેમ છતાં મૅડમ ત્યાં સુધી બિલકુલ મૌન ઊભા રહ્યાં હતા અને જાણે કોઈક વિચારોમાં ખોવાઈ ગયાં હતાં..
“મૅડમ આ લોકો આવી ગયા…”
“હં…હા…હા…શું કરો છો અહીં આટલાં મોડા?” ગુસ્સામાં લાલચોળ થઈ ગયા.
“કાંઈ નહિ મેં’મ, અમે તો બેઠાં હતા… “
મેડમે એક પ્રોફેસરને કશીક સૂચના આપી અને એ કારમાં બેસીને રવાના થયાં.. ડ્રાયવરને ઘડીએ ઘડીએ ગાડી ઝડપથી ચલાવવાની સૂચના આપ્યા કરતાં હતાં. એમનું વર્તન એકદમ જ બદલાઈ ગયું.. તદ્દન રેસ્ટલેસ થઈ ગયાં.. ડ્રાયવર એટલું તો સમજી જ શક્યો કે પેલાં બે જણાને જોયાં પછી મૅડમનું વર્તન બદલાઈ ગયું હતું અને કશાક વિચારોમાં ખોવાઈ ગયા હતાં. ઘર આવ્યું તો પણ એમને ખબર ના રહી. એમના મનનો કબજો કોઈક અતિતની ઘટનાએ જાણે લઈ લીધો હતો…!!
મીસીસ બાવીસી આમ તો શાંત પ્રકૃતિનાં પ્રૌઢા અને પ્રગલ્ભ વ્યક્તિત્વ પણ કોણ જાણે કેમ એ દિવસે એ ખૂબ વિહ્વળ થઈ ગયાં..!!
ઘરે જઈને ક્યાંય સુધી બહાર વરંડામાં જ આરામ ખુરશીમાં બેસી રહ્યાં અને આંખ મળી ગઈ. જાગૃત અવસ્થામાં મનમાં ચાલતા વિચારોનાં દ્વન્દ્વમાંથી જેને અપાર પ્રેમ કર્યો હતો, જેને હૃદયના એક ખૂણામાં પ્રસ્થાપિત કર્યો હતો એ ગમતો ચહેરો, એ અતિશય પ્રિય વ્યક્તિ સાથે વિતાવેલી ક્ષણો અનાયાસ આંખ સામે ઊમટી આવી. આંખનાં ખૂણામાં ભીનાશ આવી ગઈ અને હૃદયમાં એક કસક. એક અવાજ જાણે પોકારતો હતો અને બે હાથ પહોળા કરીને એનાં તરફ આવવા ઈશારો કરી રહ્યાં હતાં. એક અનુભવેલા અહેસાસનું પુનરાવર્તન થતું લાગ્યું. એજ અનુભૂતિ…હ્રદયનાં એજ આવેગો….ખોળામાં એનું માથું અને વાળમાં પરોવાયેલી આંગળીઓનો સ્પર્શ રોમરોમમાં એક કંપ પ્રસારી ગયો. બે હથેળીઓ વચ્ચે સમાવાયેલો એનો ચહેરો, ચુંબનનો વરસાદ અને એનાથી થતી ગૂંગળામણથી ચહેરો છોડાવવા થતી મથામણ અને એ સાથે જ નીકળી આવેલી એક ચીસ…
“છો..છો..છોડ વિદિશ મને, પ્લીઝ શું કરે છે, આ..જો..જો.. આરામખુરશીમાં જ છટપટાવા માંડ્યાં શશિકલા બાવીસી..!!! થોડીવારે ઝબકીને જાગી ગયાં. ક્ષણવાર માટે તો એમને ખ્યાલ જ ના આવ્યો કે એ ક્યાં છે….!! ચારેય બાજુ નજર ફેરવી લીધી કે કોઈ જોતું તો નથી ને…!
પચાસ બાવન વર્ષની આ સ્ત્રીમાં જાણે કોઈક નવયૌવનાનો કાયાપ્રવેશ થઈ ગયો હતો. ભૂતકાળમાં બનેલી ઘટના એ ક્ષણે જ જાણે બનતી હોય એવો એ અનુભવ કરવા લાગ્યાં. ખુરશીમાંથી ઊભા થઈને વોશબેસીન પાસે ગયાં, મિરરમાં ચહેરો જોયો તો કપાળમાંનો ચાંલ્લો એની મૂળ જગ્યાએથી સહેજ ખસી ગયો. શરમાઈ ગયાં. અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોતાં જ જાણે ૩૦-૩૨ વર્ષની મુગ્ધ યુવાન શશિકલાનો ચહેરો દેખાયો અને એના શરીરને વીંટળાયેલા એના બે હાથનો અનુભવ કરવા લાગ્યાં.
“રહેવા દેને વિદિશ તું મને બહુ પજવે છે…પ્લીઝ છોડને મને “
“શશિ..તારી પાસેથી ખસવાનું મન જ નથી થતું….તારા બદનની મહેક મને દૂર જવા જ નથી દેતી..”
અને પાછા અચાનક શશિકલા સ્વપ્નાવસ્થામાંથી જાગૃતિમાં આવ્યા..!!
“ઓહ માય ગોડ..! આજે આ શું થાય છે મને ?? અરે, હું તો કાંઈ નાની કીકલી છું..? કેમ આવું થયું અચાનક..? આટલાં બધાં વર્ષો પછી કેમ વિદિશ આમ સામે આવ્યો..? હા..! એ મારા જીવનનો એક હિસ્સો છે, હતો…હતો કેમ.? છે જ વળી, આજે જે રીતે એ ભૂતકાળનો ભોરિંગ, સમયનો રાફડો ફાડીને બહાર ધસી આવ્યો છે એનો અર્થ જ એ ને કે, એ હજુ પણ મારા રોમરોમમાં એનું અસ્તિત્વ જાળવીને બેઠો છે. વર્ષો પછી કોઈ પણ કારણ વગર આમ અંતરમનના અંધારા ખંડના ચુસ્ત ભીંસાયેલા કમાડનું ઓચિંતું ખૂલી જવું,, એની પાછળ શું કારણ હશે..?? એની સાથે થયેલા મન મેળાપની ઘટના હસ્તમેળાપ સુધી ના જઈ શકી અને વિખૂટાં પડવું પડ્યું એ અમારી નીયતી જ ને વળી..? નહીં તો ક્યાં કશુંય અયોગ્ય હતું.?? જાત જાતનાં વિચારો અને કેટકેટલાં પ્રશ્નો એકસામટા ઊમટી આવ્યાં…!!
એને સમજાતું ન હતું કે આટલાં બધાં વર્ષો પછી એવું તે શું થયું કે આજે અનાયાસ ભૂતકાળે વર્તમાનનો કબજો લઈ લીધો.
વર્ષોથી તેઓ કૉલેજના અધ્યાપન અને પ્રિન્સિપાલની જવાબદારી નિભાવી રહ્યા છે.. કૉલેજ કેમ્પસમાં છોકરા-છોકરીઓને આમ એકાંતમાં બેઠેલાં હોય અને પોતાની મસ્તીમાં પ્રેમાલાપ કરતાં હોય એવા તો અનેક પ્રસંગો એમણે જોયાં છે. આજે સાંજે કૉલેજ કેમ્પસમાં બે જણ સાથે બેઠેલાં જોવા મળ્યાં એમાં ક્યાં કશું જ નવું કે અજુગતું હતું….? તો પછી કેમ એ ઘટના એના મનોમસ્તિષ્ક પર સવાર થઈ ગઈ..!!
આ બધા પ્રશ્નોમાંથી માંડ માંડ પ્રયત્નપૂર્વક છુટકારો મેળવ્યો અને બાથરૂમમાં જઈને હોટ વોટરમાં કોલન નાંખી ને શાવર લીધો. આખો રૂમ કોલનની ખુશ્બુથી ભરાઈ ગયો. શરીરમાં સ્ફૂર્તિ આવી..તાજગી મહેસુસ થવા લાગી. જમીને નિત્યક્રમ મુજબ વાંચવા બેસતા હતા ને જ ફોન ની રીંગ વાગી..
“હેલ્લો..!”
“હેલો શશિ… કેમ છે તું?
“મજામાં… તું કેમ છે માનવ..?”
“આર યુ સ્યોર… તું મજામાં છે..? કેમ અવાજ ઢીલો છે ? કાંઈ થયું છે ? તબિયત તો ઠીક છે ને ? કૉલેજમાં કાંઈ પ્રૉબ્લેમ તો નથી ને ?”
“ના માનવ, એવું કશું જ નથી… અરે યાર તમે સવાલો બહુ પૂછો છો.. તમે ચિંતા નહિ કરો માનવ, પ્લીઝ. ડોન્ટ વરી..”
“ઓ.કે… ધેટ્સ વેરી ગૂડ… શશિ, હું કાલે સાંજે ત્યાં આવુ છું, મારે થોડું કામ છે એટલે એકાદ દિવસ તારી સાથે રોકાઈને હું પાછો આવી જઈશ ….”
“છોકરાઓ…?”
“એ લોકો અહીં જ રહેશે…જો સિદ્ધાંતને આવવું હશે તો સાથે લઈ આવીશ… હું પૂછી જોઇશ એને જો આવવું હશે તો ”
‘સારું થયું તમે આવો છો, આમ પણ આઈ નીડ યુ હિયર ધીસ ટાઈમ…”બોલતાં તો આમ બોલાઈ ગયું પણ એ શબ્દોનો ખટકો તો જરૂર લાગ્યો…
શશિકલાની ટ્રાન્સ્ફર થઈ એટલે એમને ત્યાં એકલાં રહેવું પડતું હતું… એમનો પરિવાર તો અમદાવાદમાં સેટલ્ડ છે…એમના હસબન્ડ ઇન્ડસ્ટ્રીયાલીસ્ટ છે. નાનો દીકરો સિદ્ધાંત ફેમિલી બિઝનેસમાં છે. મોટી દીકરી સ્વર્ણિમ મેડીસીનમાં પોસ્ટ ગ્રેડ્યુએશન કરે છે અને હોસ્ટેલમાં રહે છે. આખો પરિવાર વેરણછેરણ હતો..
ક્યાંય સુધી ફોન પાસે બેસી રહ્યાં, કશું જ સૂજતું ન હતું. સૂનમૂન બેઠાં હતાં અને બસ વિચારોની ઘટમાળ ચાલ્યા જ કરી. બહુ વારે વિચારતંદ્રામાંથી બહાર આવ્યાં. રૂમમાં આંટો મારીને પાછા આવીને બેડ પર બેસી ગયાં.. અને વિચારવા લાગ્યા કે આજે શું થઈ ગયું છે…? વિદિશ સાથેનો સંબંધ અનાયાસ માનસપટ પર તરી આવ્યો છે અને આટલાં વર્ષે તાજો થયો.. જે ઘટનાઓ નજર સમક્ષ થઈ આવી એ બધી જ જાણે હજુ હમણાં જ બની હોય એમ લાગતું હતું. વિચારોમાં ને વિચારોમાં ક્યારે આંખ લાગી ગઈ તેની ખબર ના રહી. મોડી રાત્રે જ્યારે ઝબકીને જાગ્યાં ત્યારે રૂમની લાઈટ ચાલુ હતી. ઊઠ્યા, બાથરૂમ જઈ આવ્યાં અને પાણી પીને પાછા આડા પડ્યા…પણ ઊંઘ તો ઉડી ગઈ હતી.. ક્યાંય સુધી જાગતાં પડી રહ્યાં.. વિદિશ આજે નજર સામેથી હટતો જ નથી.. અનાયાસ એમનાં મોંએથી જોરથી વિદિશના નામની ચીસ પડી ગઈ.. અને સ્વગત બોલવા માંડ્યાં
“વિદિશ મેં તને અન્યાય કર્યો છે, હું કબૂલ કરું છું કે મેં તારા કોઈ પણ દોષ વગર તને દુઃખી કર્યો છે.. તું..તું તો ..તું..તો મને બહુ જ પ્રેમ કરતો હતો.. પણ શું કરતી હું વિદિશ ? હું બેવડું જીવતી હતી… ના તો હું તને છોડી શકતી હતી કે ના તો હું માનવને પામી શકતી હતી. એ સાચું હતું કે તું મારા જીવનમાં પહેલો આવ્યો હતો અને આપણે એકબીજાને બેસુમાર પ્રેમ કરતા હતાં.” આટલું બોલતાં તો એમનાં ગળે ડૂમો બાઝી ગયો.. ક્યાંય સુધી બોલી ના શક્યાં.. પાછો એક ઊંડો શ્વાસ લઈને ધીમે ધીમે સ્વગત બોલવા માંડ્યાં..” હા વિ..” ક્યારેક શશિકલા એને ફક્ત ‘વિ’ કહીને જ બોલાવતાં.. આજે અનાયાસ એ સંબોધન પણ થઈ આવ્યું..
આટલી રાત્રે એકલાંએકલાં બોલવું અને આમથી તેમ રૂમમાં આંટા મારવા… એક મેચ્યોર્ડ અને ભણેલી ગણેલી પ્રૌઢ સ્ત્રીનું આવું વર્તન સાવ બાલીશ લાગતું હતું.. પણ કશું જ ક્યાં એમનાં નિયંત્રણમાં હતું..? અનાયાસ થતું હતું બધું.. અંતરમનમાં પરાણે દબાવી રાખેલી એ લાગણીઓએ ઉછારો માર્યો છે… આજે બહાર આવી રહી છે.. મનનો ઊભરો ઠલવાતો હતો. એ તો બોલ્યે જ જતા હતાં. એમની સામે એ વિદીશને બેઠેલો જોઈ રહ્યાં હતાં અને બસ એને સંબોધીને જે મનમાં આવતું તે બોલતાં હતાં..
“વિદિશ, હા..! માનવ તારા પછી મારા જીવનમાં આવ્યો. પણ એ કાયદેસર મારા પતી તરીકે આવ્યો.. મારો એની સાથેનો સંબંધ સમાજમાન્ય સંબંધ છે…” અને એકદમ આવેશમાં આવીને ચિત્કારી ઊઠ્યા.. “ હા, વિદિશ એ મારો પતિ છે કાયદેસર પતિ છે અને મારો એની સાથેનો સંબંધ સમાજમાન્ય સંબંધ છે.. બોલ વિ.. તારું મારા જીવનમાં શું સ્થાન હતું.. હેં..બોલ..! તું નહિ બોલે… હું જ તને કહું છું કે તારું મારા જીવનમાં કોઈ જ સ્થાન ન હતું.. મારે માનવને પામવો હોય તો મારે તારાથી છુટકારો મેળવવો જ પડે..?? પણ કેવી રીતે એ શક્ય હતું..? તું તો મારી છાતીના પોલાણમાં અને મારા શ્વાસનાં એકએક ધબકારમાં વ્યાપેલો હતો…વિદિશ. મારા ધબકારમાંથી પહેલો અવાજ જ વિદિશ આવતો.. પછી શું કરતી હું..? બોલ વિદિશ, બોલ હું કેવી રીતે તારાથી મુક્ત થતી ??? એટલે જ વિદિશ…. હા, એટલે જ હું તારાથી ખૂબ દૂર ચાલી ગઈ અને દૂર પણ એવી કે…!!!” આમ બોલતાં બોલતાં તો એમની આંખો ફરી મીંચાઈ ગઈ… ઘસઘસાટ ઊંઘી ગયાં… સવારે ખૂબ મોડા ઊઠ્યા.. નિત્યક્રમ પતાવી ઝડપથી કૉલેજ પહોંચી ગયાં અને કામમાં લાગી ગયાં.. વચ્ચે એક ક્લાસ એમનો હતો તે પતાવીને હમણાં જ આવીને ઓફીસમાં બેઠાં..પટાવાળા મનસુખને કડક કોફી બનાવવા કહ્યું.. સહેજ માથું ભારે લાગતું હતું.. એ કોઈ ફાઈલો જોઈ રહ્યા હતાં અને બીજો પટાવાળો એક ચિઠ્ઠી ટેબલ પર મૂકી ગયો..
“કોણ છે ભાઈ.. મોકલ જે હોય તેને..” ચિઠ્ઠી વાંચ્યા વગર જ કહ્યું.. અને પાછાં એ તો નીચું જોઇને ફાઈલ વાંચવા માંડ્યા ..
ચેમ્બરનું ડોર ખૂલ્યું અને એક અવાજ આવ્યો..” મે આઈ કમ ઇન મૅડમ ..??”
“યસ પ્લીઝ…” એમણે ઊંચું જોયું..ચાર આંખો મળી અને
“વિ..વિદી..વિદિશ …!!!!
“ હા “ એણે એકાક્ષરી જવાબ આપ્યો.
“તું..તું, ક્યાંથી આમ.. અહીં..અચાનક..??”
“મૅડમ, ગઈકાલે સાંજે એક છોકરાને એની દોસ્ત સાથે મોડી સાંજે કેમ્પસમાં બેઠેલો તમે જોયેલો અને એના વાલીને તાત્કાલિક બોલાવવાની આપે સૂચના આપ હતી. એ જ સંદર્ભમાં હું આપને મળવા આવ્યો છું.
આઈ’મ હીઝ ફાધર…! શશિ.. મીસીસ શશિકલા..!!”
*********