×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વસીમ રિઝવી પર દુષ્કર્મનો આરોપ, ડ્રાઈવરની પત્નીએ કહ્યું- ફોટો, વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને આચરતા હતા હેવાનિયત


- ડ્રાઈવર વિરોધીઓ સાથે મળેલો હોવાનો અને તેમને માહિતી આપતો હોવાનો રિઝવીનો આરોપ

નવી દિલ્હી, તા. 23 જૂન, 2021, બુધવાર

શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના સદસ્ય અને પૂર્વ અધ્યક્ષ વસીમ રિઝવી પર તેમના ડ્રાઈવરની પત્નીએ દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. મંગળવારે તે વકીલો સાથે સઆદતગંજ કોતવાલી પહોંચી હતી અને ફરિયાદ નોંધાવી હતી. તેમાં ડરાવી-ધમકાવીને દુષ્કર્મ કરવાનો અને અશ્લીલ વીડિયો બનાવવાનો આરોપ લગાવાયો હતો. ડીસીપી પશ્ચિમ સોમેન વર્માએ ઈન્સ્પેક્ટર સઆદતગંજને તપાસ કરીને કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. 

પ્રભારી નિરીક્ષક સઆદતગંજ બૃજેશ યાદવના કહેવા પ્રમાણે પીડિત મહિલાનો આરોપ છે કે, રિઝવી મોટા ભાગે અનાથાશ્રમમાં જ રહેતા હતા. ત્યાં નજીકમાં બનાવવામાં આવેલા સર્વન્ટ ક્વાર્ટરમાં ડ્રાઈવરને પરિવાર સાથે રહેવાની જગ્યા આપવામાં આવી હતી. આશરે 5 વર્ષ પહેલા રિઝવીએ તેના પતિને ગાડી લઈને બહાર જવા કહ્યું હતું. 

ત્યાર બાદ રાતે 10:00 વાગ્યે રિઝવી સર્વન્ટ ક્વાર્ટર પહોંચ્યા હતા અને દુષ્કર્મ કરવાની સાથે અશ્લીલ વીડિયો બનાવી લીધો હતો. આ ઘટનાનો વિરોધ કરવા પર અને પોલીસમાં ફરિયાદ નોંધાવવા પર બાળકો સહિત સમગ્ર પરિવારને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. 

આ ઘટના બાદ રિઝવી ઘણી વખત તેનું શારીરિક શોષણ કરવા લાગ્યા હતા. મહિલાએ તેના પતિને આ અંગે જાણ કરી હતી. જ્યારે તેના પતિએ રિઝવીના ઘરે જઈને આનો વિરોધ કર્યો તો તેને માર મારવામાં આવ્યો હતો અને ધમકી આપીને ભગાડી દેવામાં આવ્યો હતો. 

આ તરફ વસીમ રિઝવીના કહેવા પ્રમાણે ડ્રાઈવરની પત્નીના આરોપો પાયાવિહોણા છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેમને આતંકવાદી સંગઠનો અને કુરાન અંગે આપવામાં આવેલા નિવેદનોને લઈ ધમકીઓ મળી રહી હતી. 

તેમનો ડ્રાઈવર પણ કેટલાક વિરોધીઓ સાથે મળેલો છે અને તેમને રિઝવીના દરેક પગલા અંગે જાણકારી આપતો હતો. તેના મોબાઈલ નંબરની તપાસ કરવા પર શંકાસ્પદ નંબરો સાથે વાતચીતની ડિટેઈલ મળી છે. ત્યાર બાદ ગત 11 જૂનના રોજ તેને નોકરીમાંથી કાઢીને મકાન પણ ખાલી કરાવી દેવાયું હતું જેથી તેમને બદનામ કરવા ષડયંત્ર રચવામાં આવ્યું છે.