×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Gujarat Corona cases: રાજ્યમાં 185 કેસ નોંધાયા, 4 દર્દીના મોત, રિકવરી રેટ 98.04 ટકા

ગાંધીનગર, 20 જુન 2021 રવિવાર

રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટી રહેલું સરકારનાં આંકડા જોતા જણાય છે, આજે રાજ્યમાં 185 કેસ નોંધાયા છે. જ્યારે 4 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 10032 પર પહોચ્યો છે, રાજ્યમાં આજે 651 દર્દીઓએ રજા આપવામાં આવી છે. રાજ્યમાં હાલ રિકવરી રેટ 98.04 ટકા છે.

રાજ્યમાં હાલ કુલ 6109 કોરોનાના એક્ટિવ કેસ છે. 142 લોકો વેન્ટિલેટર પર છે. 5967 દર્દીની હાલત સ્ટેબલ છે. 8,06,193 લોકોને અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અને કુલ મૃત્યુઆંક 10,032 પહોંચ્યો છે. 

રાજ્યનાં વિવિઝ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે અમદાવાદ કોર્પોરેશનમાં 38, સુરત કોર્પોરેશનમાં 27, સુરત  13, જૂનાગઢ 11,  વડોદરા  કોર્પોરેશન 11, વડોદરા 10, દેવભૂમિ દ્વારકા 8,  ગીર સોમનાથ 8, રાજકોટ  કોર્પોરેશન 8,  આણંદ 5,  સાબરકાંઠા 5, વલસાડ 5, બનાસકાંઠા 4, જૂનાગઢ કોર્પોરેશન 4, ખેડા 4, કચ્છ 4, નવસારી 4, જામનગર કોર્પોરેશન 3, પોરબંદર 3, ભરૂચ 2, રાજકોટ 2, અમરેલી , ભાવનગર કોર્પોરેશન, ગાંધીનગર, જામનગર, મહીસાગર અને નર્મદામાં 1-1 કેસ સાથે કુલ 185 કેસ નોંધાયા છે. 

રાજ્યમાં આજે કુલ 4 દર્દીનાં મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 1, જૂનાગઢમાં 1, દેવભૂમિ દ્વારકા 1 અને ભાવનગરમાં 1 મોતનો સમાવેશ થાય છે. 

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે 1,96,382 લોકોને રસી લગાવવામાં આવી છે, 354 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 2469 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 45 થી વધુ ઉમરના 25,013 નાગરિકોને પ્રથમ ડોઝ, 45 થી વધુ ઉમરના 23,851 નાગરિકોને બીજો ડોઝ, 18-45 વર્ષ સુધીના 1,36,686 નાગરિકોને પ્રથમ ડોઝ, 18-45 વર્ષ સુધીના 8279 નાગરિકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,20,68,302 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે.