×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Gujarat Corona cases: રાજ્યમાં આજે 544 નવા કેસ, 11 દર્દીઓના મોત, રીકવરી રેટ 97.23 ટકા

ગાંધીનગર, 10 જુન 2021 ગુરૂવાર 

ગુજરાતમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાનાં 544 નવા કેસ નોંધાયા છે. કોરોનાને કારણે 11 દર્દીઓના મોત થયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 9976 થયો છે.

રાજ્યમાં આજે કુલ 1505 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7,96,208 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 97.23 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 12,711 થયા છે, જેમાં 316 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 12,395 દર્દીઓની હાલત સ્થિર છે.

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમ કે અમદાવાદ કોર્પોરેશનમાં 86, વડોદરા કોર્પોરેશનમાં 61, સુરત કોર્પોરેશનમાં 60, વડોદરામાં 37, સુરતમાં 29, ગીર સોમનાથમાં 23, ભરૂચમાં 22, જુનાગરમાં 21, જામનગર કોર્પોરેશનમાં 17, રાજકોટ કોર્પોરેશનમાં 16, નવસારીમાં 15, આણંદ 12, બનાસકાંઠા 12, અરવલ્લી 11, પંચમહાલ 11, અમરેલી 10, ખેડા 10, મહીસાગર 10, રાજકોટ 10, કચ્છ 9, મહેસાણા 9, વલસાડ 9, જૂનાગઢ કોર્પોરેશન 6, પોરબંદર 6, જામનગર 5, અમદાવાદ 4, દેવભૂમિ દ્વારકા 4, સાબરકાંઠા 4, દાહોદ 3, ગાંધીનગર 3, ગાંધીનગર કોર્પોરેશન 2, મોરબી 2, ભાવનગર 1, ભાવનગર કોર્પોરેશન 1, બોટાદ 1, પાટણ 1, તાપી 1 કેસ સાથે કુલ 544 કેસ નોંધાયા હતા.

રાજ્યમાં આજે 11 દર્દીઓના મોત થયા છે, જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 1, સુરત કોર્પોરેશનમાં 1, સુરત 1, જૂનાગઢ 1, અમરેલી 1, મહીસાગર 1, મહેસાણા 1, જામનગર 1 અને ભાવનગરમાં 1 દર્દીનું મોત થયું છે. 

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનમાં આજે 2,68,485 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં 1604 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 4942 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 45 થી વધુ ઉમરના 35,359 લોકોને પ્રથમ ડોઝ, 45 થી વધુ ઉમરના 32,998 લોકોને બીજો ડોઝ, 18-45 વર્ષ સુધીના 1,78,322 લોકોને પ્રથમ ડોઝ, 18-45 વર્ષ સુધીના 15,260 લોકોને રસીનો બીજા ડોઝ લગાવવામાં આવ્યું છે.