×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Corona cases: રાજ્યમાં આજે 778 નવા કેસ, 11 મોત, રિકવરી રેટ 96.80 ટકા

ગાંધીનગર, 7 જુન 2021 સોમવાર

ગુજરાતમાં કોરોના વાયરસનાં કેસમાં તીવ્ર ઘટાડો જોવા મળી રાજ્યમાં આજે કોરોના સંક્રમણના 778 કેસ નોંધાયા છે.જ્યારે 11 દર્દીના મોત થયા છે. તે સાથે જ કુલ મૃત્યુઆંક 9944 થયો છે. રાજ્યમાં આજે 2613 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજ્યમાં હાલ સાજા રિકવરી રેટ 96.80 ટકા છે.

રાજ્યમાં અત્યાર સુધી 7,90,906 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 16162 પર પહોંચ્યો છે. જેમાંથી 363 દર્દી વેન્ટિલેટર પર અને 15799 દર્દીની હાલત સ્ટેબલ છે. 

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમકે વડોદરા કોર્પોરેશન 131, અમદાવાદ કોર્પોરેશનમાં 113,  સુરત કોર્પોરેશન 76, વડોદરા 50,  જૂનાગઢ 42, સુરત 39, ભરૂચ 27, ગીર સોમનાથ 24, રાજકોટ કોર્પોરેશન 24, રાજકોટ 23, આણંદ 19, પંચમહાલ 17, જામનગર કોર્પોરેશન 15, મહેસાણા 15, નવસારી 12, વલસાડ 12, ખેડા 11, બનાસકાંઠા 10, ભાવનગર કોર્પોરેશન 9, જામનગર 9, જૂનાગઢ કોર્પોરેશન 9, કચ્છ 9, સાબરકાંઠા 9,  ગાંધીનગર કોર્પોરેશન 8, અમદાવાદ 7, અમરેલી 7, ભાવનગર 7, દેવભૂમિ દ્વારકા 7, અરવલ્લી 5, ગાંધીનગર 5, મહીસાગર 5, પાટણ 5, નર્મદા 4, સુરેન્દ્રનગર 4, દાહોદ 3, પોરબંદર 3, છોટા ઉદેપુર 1, મોરબી 1, તાપી 1, બોટાદ 0 અને ડાંગ 0 કેસ  સાથે કુલ 778 કેસ નોંધાયા છે. 

રાજ્યમાં આજે કુલ 11 મોત થયા છે, જેમાં વડોદરા  કોર્પોરેશનમાં 1, અમદાવાદ કોર્પોરેશન 3,  સુરત કોર્પોરેશન 1, સુરત 1, ભરૂચ 1,  રાજકોટ 1, મહેસાણા 1, સાબરકાંઠા 1, અમરેલી 1  મોત થયું છે . 

રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન હેઠળ આજે 2,51,192 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં 2015 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 3456 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 45 થી વધુ ઉમરના 35,918 લોકોને પ્રથમ ડોઝ, 45 થી વધુ ઉમરનાં 22,978 લોકોને બીજો ડોઝ, 18-45 વર્ષ સુધીના 1,86,825 લોકોને રસીનો પ્રથમ ડોઝ લગાવવામાં આવ્યો છે.