×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

12 રાજ્યોની 19 હોસ્પિટલોમાં થયેલા અભ્યાસનો ખુલાસો, વધુ એન્ટીબોડી બનાવે છે કોવિશીલ્ડ


- 2019ની સરખામણીએ 2020માં જ ફંગસના કેસ ઝડપથી વધવા લાગ્યા હતા

નવી દિલ્હી, તા. 07 જૂન, 2021, સોમવાર

ફંગસ અને વેક્સિનેશનને લઈ દેશમાં પહેલી વખત 2 અલગ-અલગ અભ્યાસ સામે આવ્યા છે. 12 રાજ્યોની 19 હોસ્પિટલોમાં થયેલા અભ્યાસના ખુલાસા પ્રમાણે કોવેક્સિન લેનારા લોકોની સરખામણીએ કોવિશીલ્ડ વેક્સિન લેનારા લોકોમાં એન્ટીબોડીનું સ્તર વધારે જોવા મળ્યું હતું.

વધી રહેલા બ્લેક ફંગસના કેસ મુદ્દે કરવામાં આવેલા અન્ય એક સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, સ્ટીરોઈડની સાથે સાથે ડાયાબિટીસની દવાઓ ન લેવાથી આનું જોખમ વધ્યું. બ્લેક ફંગસ દેશના 26 રાજ્યોમાં ફેલાઈ ચુકી છે. નોંધવા જેવી વાત એ છે કે ફંગસ દેશમાં ગયા વર્ષથી ફેલાઈ ચુકી હતી.

અભ્યાસ પ્રમાણે 2019ની સરખામણીએ 2020માં જ ફંગસના કેસ ઝડપથી વધવા લાગ્યા હતા. પરંતુ તે સમયે રાજ્ય અને કેન્દ્ર સરકારોએ તેના પર ધ્યાન નહોતું આપ્યું. જો તે સમયે ધ્યાન આપવામાં આવેત તો ફંગસના કારણે છેલ્લા 3 મહિનામાં જે મૃત્યુ થયા તેને અટકાવી શકાત.

પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ગુજરાત અને ઝારખંડની 6 હોસ્પિટલ તથા એક સ્વતંત્ર નિષ્ણાંતે સાથે મળીને આ અભ્યાસ પૂરો કર્યો હતો. અભ્યાસ પ્રમાણે કોવેક્સિન અને કોવિશીલ્ડ બંને વેક્સિન ખૂબ અસરકારક છે. પરંતુ જેમને કોવિશીલ્ડ આપવામાં આવી તેમનામાં કોવેક્સિન લેનારાઓની સરખામણીએ વધુ એન્ટીબોડી જોવા મળ્યા.