×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ટ્વીટરનું યુ ટર્ન: વિરોધ થતા ભાગવત સહિત અન્ય નેતાઓનાં એકાઉન્ટ પર બ્લ્યુ ટીક રિસ્ટોર કર્યુ

નવી દિલ્હી, 5 જુન 2021 શનિવાર

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવત વ્યક્તિગત એકાઉન્ટ પરથી વેરીફાઈ અને ઓથેન્ટિકેશનનું બ્લ્યુ ટીક ટ્વીટરએ હટાવી દેતા ખાસ્સો વિવાદ થયો છે. અને યુઝર્સ દ્વારા मोहन भागवत તથા #TwitterBan અને #BanTwitterInIndia ટ્રેન્ડ સાથે ટ્વીટરનો વિરોધ શરૂ થયો હતો.

હવે ટ્વીટર તરફથી સ્પષ્ટતા કરતા કહેવામાં આવ્યુ હતું કે જે એકાઉન્ટમાં લોકો આ 6 મહિનાથી વધુ સમય સુધી એક્ટિવ નથી, એના કારણે બ્લ્યુ ટીક હટાવી દેવામાં આવ્યુ છે. મોહન ભાગવતના એકાઉન્ટ પરથી બ્લ્યુ ટીક હટાવવા પાછળ આ કારણ હોઇ શકે છે. મોહન ભાગવતનું ટ્વિટર એકાઉન્ટ મે 2019માં બન્યુ હતું, પરંતુ તેમના ટ્વિટર પર એક પણ ટ્વીટ જોવા મળતી નથી.

ટ્વિટરએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતનાં વ્યક્તિગત એકાઉન્ટ પરથી વેરીફાઈ અને ઓથેન્ટિકેશનનું બ્લ્યુ ટીક હટાવવાની સાથે RSS ના કેટલાક નેતાઓના એકાઉન્ટ પરથી પણ બ્લ્યુ ટીક હટાવી દીધું છે. જેમાં સુરેશ સોની, સુરેશ જોશી અને અરૂણ કુમાર જેવા નેતાઓના નામ સામેલ છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવત અને સંઘના અન્ય કેટલાક નેતાઓના વ્યક્તિગત એકાઉન્ટ પરથી વેરીફાઈ અને ઓથેન્ટિકેશનનું બ્લ્યુ ટીક હટાવ્યા બાદ ટ્વીટરનો વિરોધ શરૂ થયો હતો. આ વિરોધને પગલે ટ્વીટરે મોહન ભાવગત સહીત સંઘના તમામ નેતાઓના વ્યક્તિગત એકાઉન્ટ પર વેરીફાઈ અને ઓથેન્ટિકકેશનનું બ્લ્યુ ટીક ફરી લગાવી દીધું છે.