×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Coronavirus: રાજ્યમાં આજે 1,120 નવા કેસ, 16 દર્દીનાં મોત, રિકવરી રેટ 96.07 ટકા

ગાંધીનગર, 4 જુન 2021 શુક્રવાર

ગુજરાતમાં કોરોના વાયરસનાં કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે, આજે 1120  નવા કેસ નોંધાયા છે અને 16 દર્દીના કોરોનાથી મોત થયા છે. તેની સાથે જ કોરોનાથી કુલ મૃત્યુઆંક 9906 પર પહોચ્યો છે. રાજ્યમાં આજે 3398 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજ્યમાં હાલ રિકવરી રેટ 96.07 ટકા છે.

રાજ્યમાં અત્યાર સુધી 7,82,374 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 22110 પર પહોંચ્યો છે. જેમાંથી 412 દર્દી વેન્ટિલેટર પર અને 21698 દર્દીની હાલત સ્ટેબલ છે. 

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં કોરોના વાયરસનાં કેસની વિગત આ પ્રમાણે છે, જેમાં અમદાવાદમાં 184 સુરતમાં 133, વડોદરામાં 227, રાજકોટમાં 89, જૂનાગઢમાં 68, ગીર સોમનાથમાં 51, ભરૂચમાં 32, જામનગરમાં 29, આણંદમાં 28, ભાવનગરમાં 25, કચ્છ-અમરેલીમાં 24-24, બનાસકાંઠામાં 22, વલસાડમાં 21, મહેસાણા-નવસારીમાં 18-18, ખેડામાં 16 સહિત કુલ 1120 કેસ નોંધાયા છે.

આજે રાજ્યમાં કોરોનાનાં કારણે 16 દર્દીઓનાં મોત થયા છે, જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 4, સુરત કોર્પોરેશનમાં 1, વડોદરા કોર્પોરેશનમાં 1 અને જામનગર કોર્પોરેશનમાં 1 આ ઉપરાંત વડોદરામાં 1, સુરતમાં 2, ખેડામાં 1, ભાવનગરમાં 1, સાબરકાંઠામાં 1, જામનગરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1 અને નર્મદામાં 1 દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં ચાલી રહેલા સીકરણ અભિયાન હેઠળ આજે 2,75,139 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં 4416 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 4459 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 45 થી વધુ ઉમરનાં 51,160 લોકોને પ્રથમ ડોઝ, 45 થી વધુ ઉમરના 24,474 લોકોને બીજો ડોઝ, 18-45 વર્ષ સુધીના 1,89,636 લોકોને રસીનો પ્રથમ ડોઝ લગાવવામાં આવ્યો છે.