×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

3 જુને કેરળમાં થશે ચોમાસાનું આગમન, બે દિવસ મોડું થયું: હવામાન વિભાગ

નવી દિલ્હી, 30 મે 2021 રવિવાર

દેશમાં ચોમાસાના આગમનની રાહ જોવાઇ રહી છે. પરંતુ, તે થોડો વધુ સમય લેશે. કેરળમાં ચોમાસાનું આગમન બે દિવસ મોડું થઈ શકે છે. હવે તે 3 જૂન સુધીમાં રાજ્યમાં પહોંચવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારે આ માહિતી આપી. હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ એમ.મહાપત્રાએ જણાવ્યું હતું કે કર્ણાટકના કાંઠા પર 'સાયક્લોનિક સર્ક્યુંલેશન'ને ​​કારણે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ચાલ પ્રભાવિત થઈ છે.

હવામાન વિભાગે કહ્યું 1 જુનથી દક્ષિણ-પશ્ચિમી પવન ધીરે-ધીરે જોર પકડી રહ્યો છે, તેના પગલે કેરળમાં વરસાદ સંબંધિત ગતિવિધીમાં તેજી આવી શકે છે.

હવામાન વિભાગનાં જણાવ્યા પ્રમાણે નિમ્ન સ્તરિય દક્ષિણ-પશ્ચિમી પવનો જોર પકડતા વર્ષા સંબંધિત પ્રવૃતીઓ તેજ થશે, તે સાથે જ આગામી પાંચ દિવસમાં પુર્વોત્તર રાજ્યોમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થવાનું અનુમાન છે.

કેરળમાં સામાન્ય રીતે 1 જુને ચોમાસાનું આગમન થશે, તે સાથે જ દેશમાં 4 મહિના સુધી ચાલનારી વર્ષાઋતુનો શુભારંભ થઇ જાય છે.

હવામાન વિભાગ દ્વારા આ મહિનાની શરૂઆતમાં કેરળમાં 31 મેએ ચોમાસાનાં આગમનનું અનુમાન લગાવવામાં આવ્યું હતું, આ વર્ષે ચોમાસુ સામાન્ય રહે તેવું અનુમાન છે.