×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અગત્યની જાહેરાતઃ મોટા શહેરોમાં રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફાર, આટલા વાગ્યાથી લાગુ થશે નિયમ


- કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો હોવાથી સરકા દ્વારા થોડી રાહત આપવામાં આવી 

તા. 26 મે, 2021, બુધવાર

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાત્રિ કર્ફ્યૂના સમયને લઈને જાહેરાત કરી છે. જનતાને થોડી રાહત આપતા હવે રાત્રિ કર્ફ્યૂનો સમય રાતના 8 કલાકને બદલે હવે રાત્રિના 9 વાગ્યાથી શરૂ થશે જે સવારના 6 વાગ્યા સુધી લાગૂ રહેશે.

રાજ્યમાં લાગુ કરવામાં આવેલા રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આવતી કાલથી રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ રાત્રિના 8:00ના બદલે રાત્રિના 8:00 વાગ્યાથી લાગુ થશે જે સવારના 6:00 વાગ્યા સુધી યથાવત રહેશે. ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતે જ આ અંગેની જાહેરાત કરી હતી. રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસ વચ્ચે સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો. જોકે હવે કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો હોવાથી સરકાર દ્વારા થોડી રાહત આપવામાં આવી રહી છે.

રાજ્યમાં તૌકતે વાવાઝોડાના કારણે મોટા પાયે નુકસાન થયુ હોવાથી સરકાર 900 કરોડથી વધુનું સહાય પેકેજ જાહેર કરી શકે છે. વાવાઝોડામાં થયેલા પાક નુકસાન માટે ખેડૂતોને સહાય ચુકવવામાં આવાશે. સરકાર બાગાયતી ખેતીમાં હેકટર દીઠ 70થી 80 હજાર સહાય ચુકવી શકે છે.  SDRFના ધારાધોરણ ઉપરાંત વધારાની 40થી 60 હજારની સહાય ચુકવવામાં આવી શકે છે.

SDRFના નિયમ પ્રમાણએ પ્રતિ હેક્ટર 20 હજારની સહાય ચુકવવાની જોગવાઈ છે. કેરી, ચીકુ, પપૈયા, નાળીયેરી અને કેળની ખેતીને વધારાની સહાય ચુકવાઈ શકે છે.  બાગાયત અને ખેતી પાકના અલગ અલગ ધારાધોરણ પ્રમાણે સહાય અપાય તેવી સંભાવના છે.  વાવાઝોડના કારણે નવસારી, વલસાડ, ડાંગ, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને નર્મદા જિલ્લામાં વ્યાપક નુકસાન થયુ છે.