×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Editor’s Desk – June 2021

જો એક દ્રષ્ટિ હિન્દુસ્તાનની રાજકીય પરિસ્થિતિની સમીક્ષા કરતા લાગે છેકે હિન્દુઓ હવે નહીં જાગે અને એક નહીં બને તો ૨૦૨૪ કે ૨૦૨૯માં કે તે પછી આપાણે કદી હિન્દુત્વને વરેલા નેતા મેળવી શકીશું નહીં. આજના સંજોગોમાં આપણે બે અને આપણા બેનો જ  સ્વીકાર કરીએ છીએ, તેથી આપણી વસ્તી તેટલી જ રહેશે , કદાચ ઘટશે પણ વધશે તો નહીં જ. જયારે તેઓની વસ્તીમાં ગુણાકાર થતો હોવાથી તેમની વસ્તી વધશે. બીજી પાણ એક કારણ સ્થળાંતરનું છે. હિન્દુઓનો અત્યારનો વર્ગ ઉજજવળ કારકીર્દિ તથા અન્ય કારાણોને લીધે પરદેશ ગમન તરફ વધુ ઢળી રહ્યો હોઇ દેશમાં હિન્દુઓનું પ્રમાણ ઘટી રહ્યું છે. જયારે મુસ્લિમોમાં એથી ઉલટું છે, પં.બંગાળની વાત કરીએ તો રોહિંગ્યા મુસ્લિમો અને બાંગ્લાદેશી મુસ્લિમો ભારતમાં રોજેરોજ ઘુસણખોરી કરી રહ્યા છે. જેનો દાખલો તાજેતરમાં યોજાયેલી પં.બંગાળની ચુંટણીનું પરિણામ છે. મુળ ભારતીય બંગાળી (હિન્દુ પ્રજા)નું હવે ખુલેઆમ શોષણ થઈ રહ્યું છે, મારધાડ અને ખૂની હત્યાઓથી તેમની કત્લેઆમ કરાઇ રહી છે. હવે પછીના પાંચ વર્ષમાં પં.બંગાળનું ચિત્ર સ્પષ્ટ બહુમતીથી મુસ્લિમોનું વર્ચસ્વ ધરાવતું જોઇ શકાશે. હિન્દુ વિરોધી પ્રજા અને નેતાઓની ભરમાર દિનપ્રતિદિન વધતી જઈ રહીછે જેનું પરિણામ ખુબ જ  ગંભીર આવશે એમાં કોઈ બેમત નથી. આની પાછળ ત્યાંના રાજકીય આગેવાનો તેમને દરેક રીતે સગવડો પુરી પાડી રહ્યા હોવાનું સરેયામ ચર્ચાઇ રહ્યું છે. રેશનકાર્ડ, આધારકાર્ડ, ચુંટણી કાર્ડ જેવી અગત્યની દસ્તાવેજી સગવડો પણ પુરી પાડવામાં આવી રહી છે. જેના કારણે તેઓ મતાધિકાર સહેલાઇથી મેળવી પોતાનું ધાર્યુ કરી શકે છે. તાજેતરમાં યોજાયેલી પાંચ રાજયોની ચૂંટણીના પરિણામો જોતાં એટલું તો જરૂર સમજાય છે કે એ પાંચેય રાજયોમાં હિન્દુ નેતા આંગળીના વેઢે ગણાય એટલા જ છે. હિન્દુઓએ હવે ખરેખર જાગવાની જરૂર છે, જો બધાજ રાજ્યોમાં આ પરિસ્થિતિ રહી તો હિન્દુસ્તાનની પ્રજા ફરી ગુલામોના હાથમાં સપડાતા બચી નહીં શકે. અત્યારે ભારતમાં જન્મતા બાળકોમાં મોટી સંખ્યાનો દર મુસલમાની કોમનો છે. બીજા અન્ય કોમના લોકોનો છે. જે આવનારા વરસોમાં શું થશે તે સમજી શકાય તેવું છે, માટે મુસલમાનોમાં પણ કુટુંબનિયોજ/નની જરુર છે. માટે જેમ ત્રણ તલાકનો કાયદો કાલની સરકાર લાવી તે પ્રમાણે બહુપત્નીત્વના રીવાજ પર પ્રતિબંધ લાવવો જરૂરી છે. મોદીજી, યોગીજી અને અમીત શાહ જેવા નેતાઓ આજે સરકારમાં રહી જે મહેનત કરી રહ્યા છે તેની ભલે લોકો કદર ના કરે પરંતુ તેનું ફળ આવનારા સમયમાં જરૂર મળશે. ભગવાન શ્રીકૃષ્ણને પણ આવી વિકટ પરિસ્થિતિમાં મુકાવું પડયું હતું ત્યારે મથુરાવાસીઓ કહેતા હતા કે શ્રીકૃષણ ભલે જાય, ત્યારે શ્રીકૃષણને પણ થયું હતું ક મે મારી આખી જીંદગી યાદવકુળ માટે કુરબાન કરી અને મારે આજે આ સાંભળવાનું. કુદરતનો નિયમ છે કે જે કરે છે તેને જ ભરવું પડે છે. જો કોઇ હિંમતથી પગલું ઉઠાવતું નથી તેને તો કાંઇ જ સાંભળવાનું રહેતું નથી. જયારે આપણે તો સામાનય માનવી છીએ. ભગવાનને પણ આ પૃથ્વી ઉપર આવા અનુભવ થયા હોય તો સામાનય માણસનું શું ? પરતું આવા કર્મવીર નેતાઓએ હિન્દુઓ માટે જે કર્મ કરી રહ્યા છે તે અભિનંદનીય છે. આજે તેમનીજ કાર્યશૈલિથી પ્રભાવિત થઈને દુનિયાના દરેક દેશોમાંથી તથા તે દેશોમાં રહેતા ભારતીય નાગરિકોએ તરત જ બનતી મદદ કરી છે તે પણ તેટલી જ પ્રશંસનિય બાબત છે. ખેર, કોરોના મહામારીને કારણે દેશ-દુનિયામાં ઘણી વિકટ પરસ્થિતિઓ આવી, લોકોએ તેમનો સામનો કર્યો અને હાલ પણ કરી રહ્યા છે. આજ ડૉકટરો, નસો, પોલિસ કર્મચારી કે લશ્કરના જવાનો, અર્ધ લશ્કરી સૈનિકો, દવાખાનામાં સેવા આપતા સ્ટાફના અન્ય કર્મચારીસેવકો, જયારે રાત-દિવસ જોયા વગર પોતાને કોરોના થશે તેવી બીક રાખ્યા વગર પ્રજાની સેવા કરી રહ્યા છે ત્યારે ખોટે ખોટા આંદોલનકારીઓ સેવા કરવાને બદલે હવનમાં હાડકા નાખી રહ્યા છે, આ સમય લડવા-ઝઘડવા કે ન્યાય માટેનો નહીં પણ માનવ પર આવી પડેલી આફતમાંથી બહાર આવવાનો છે. બીજી તરફ ખેડૂતોએ કિસાન રાહત પાછાલેવા માટે રાતોરાત હજારો ટ્રેકટરો મંગાવ્યા, કેટલાક ટેન્ટો બાંધ્યા, લાખો આંદોલનકારીઓને જમાડવાની વ્યવસ્થા કરી, ત્યારે એમ થાય છે કે આ બધી પ્રવૃત્તિઓ કોરોનામાં સપડાયેલા દર્દીઓને કે તેમના પરિવારને કરી હોત તો કેટલાંયને બચાવી શકયા હોત. 

– તંત્રી, સુભાષ શાહ