×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

તૌકતે વાવાઝોડાથી અસરગ્રસ્ત ગુજરાત માટે PM મોદીએ 1000 કરોડનું પેકેજ જાહેર કર્યું


- મૃતકોના પરિવારને રૂ.2 લાખની સહાય : ઘાયલોને 50 હજારની સહાય

અમદાવાદ, તા. 19 મે 2021, બુધવાર

ગુજરાતમાં તોકતે વાવાઝોડાથી થયેલા નુકસાનની સમીક્ષા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારો માટે એક હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા તેમજ ઘાયલોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે. 

પીએમ મોદીએ ટ્વીટ કરી જણાવ્યું કે કેન્દ્ર સરકાર તોકતે વાવાઝોડાને કારણે જે લોકો પ્રભાવિત થયા છે તેમની સાથે છે અને તેમને જરૂરી તમામ મદદ કરશે. પીએમ મોદીએ જણાવ્યું કે અમદાવાદમાં બેઠક દરમ્યાન તોકતે વાવાઝોડાને કારણે ઉદ્દભવેલી સ્થિતિની સમીક્ષા કરી હતી. વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોમાં ચાલી રહેલા રાહત અને બચાવ કાર્યની પણ માહિતી મેળવી હતી.

વાવાઝોડામાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોને 2-2 લાખની તથા ઈજાગ્રસ્તોને 50 હજારની સહાયની જાહેરાત કરવામાં આવી છે. પ્રભાવિત વિસ્તારોના આકલન માટે એક કેન્દ્રીય ટીમ પણ ગુજરાત આવશે અને જાત માહિતી મેળવીને સરકારને રિપોર્ટ આપશે. સર્વે માટે એક ટીમ પણ ગુજરાત આવશે.

ગુજરાત અને દીવમાં કરવામાં આવતા રાહત અને પુનર્વસન પગલાંની સમીક્ષા માટે અમદાવાદ ખાતે બેઠકની અધ્યક્ષતા કરી હતી. ત્યારબાદ રૂ. 1,000 કરોડની આર્થિક મદદની જાહેરાત કરી હતી. તાત્કાલિક રાહત બાદ, રાજ્યમાં થતા નુકસાનીનું મૂલ્યાંકન કરવા માટે કેન્દ્ર સરકાર એક આંતર-મંત્રાલયની ટીમ રાજ્યની મુલાકાત માટે આવશે. જેના આધારે વધુ સહાય આપવામાં આવશે.

ગુજરાત અને દીવમાં કરવામાં આવતા રાહત અને પુનર્વસન પગલાંની સમીક્ષા માટે અમદાવાદ ખાતે બેઠકની અધ્યક્ષતા કરી હતી. ત્યારબાદ રૂ. 1,000 કરોડની આર્થિક મદદની જાહેરાત કરી હતી. તાત્કાલિક રાહત બાદ, રાજ્યમાં થતા નુકસાનીનું મૂલ્યાંકન કરવા માટે કેન્દ્ર સરકાર એક આંતર-મંત્રાલયની ટીમ રાજ્યની મુલાકાત માટે આવશે. જેના આધારે વધુ સહાય આપવામાં આવશે.

ગુજરાતમાંથી વાવઝોડુ આગળ વધીને હવે રાજસ્થાન તરફ વળ્યુ છે. ત્યારે ગુજરાતમાં વાવાઝોડાએ વિનાશ સર્જતા હજારો કરોડોનું નુકસાન કર્યું છે. રાજ્યમાં વાવાઝોડાના કારણે થયેલા નુકસાનને લઈને ડિઝાસ્ટર વિભાગ દ્વારા પ્રાથમિક સર્વેનો ડેટા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રાજ્યમાં 3000 કરોડનું નુકસાન થયું હોવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ કૃષિ, ઉર્જા અને માર્ગ મકાન સેક્ટરમાં મોટુ નુકસાન થયું છે. 

ઉર્જા સેક્ટરમાં અંદાજે 1400 કરોડનું નુકસાન થયું છે. ત્યારે કૃષિ ક્ષેત્રમાં 1200 કરોડના નુકસાનનો અંદાજો લગાવવામાં આવ્યો છે. વાવાઝોડાએ કેરીના પાકને ખૂબ નુકસાન પહોંચાડ્યું છે. સૌરાષ્ટ્રમાં 13800 હેક્ટરમાં આવેલા આંબાના વૃક્ષો વાવાઝોડાની ઝપેટમાં આવતા 60 કરોડનું નુકસાન થયું છે. રોડ અને બિલ્ડીંગ ક્ષેત્રમાં અંદાજે 50 કરોડનું નુકસાન થયુ છે જ્યારે અન્ય ક્ષેત્રોમાં 350 કરોડના નુકસાનનો અંદાજ લગાવવામાં આવ્યો છે.