×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારત માટે જોખમ, ચીન તૈયાર કરી રહ્યુ છે આત્મઘાતી ડ્રોનની અલાયદી સેના

નવી દિલ્હી,તા.18 મે 2021,મંગળવાર

ભારત સહિતના મોટાભાગના પાડોશી દેશો માટે માથાનો દુખાવો બનેલુ ચીન હવે  આત્મઘાતી ડ્રોનની આર્મી તૈયાર કરવા માટે કવાયત કરી રહ્યુ છે.

21મી સદીના ભવિષ્યના યુધ્ધોમાં ડ્રોનની ભૂમિકા મહત્વની રહેવાની છે ત્યારે પોતાની સેના માટે ચીન બે પ્રકારના ડ્રોન ખરીદવા માંગે છે. એક અહેવાલ પ્રમાણે ચીન કેટલા ડ્રોન ખરીદવા માંગે છે તેનો ખુલાસો નથી થયો પણ ચીનની કંપની પાસે ચીનની માંગને પહોંચી વળવાની પૂરતી તૈયારી છે. આ ડ્રોનને સંખ્યાબંધ રીતે ઉપયોગમાં લઈ શકાય છે. મહત્વની વાત એ છે કે ડ્રોનને પીઠ પાછળ બેગમાં પણ આસાનીથી સમાવીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાય તેમ છે.

આ પ્રકારના આત્મઘાતી ડ્રોનનો ઉપયોગ કરવાનુ ચીનને સૌથી પહેલા ઈઝરાયેલે શીખાડ્યુ હતુ. 1990ના દાયકામાં ચીનને ઈઝરાયેલે આ પ્રકારના ડ્રોન વચેચ્યા હતા. તેના કારણે ચીનની અમેરિકા સાથેની નારાજગી વધી ગઈ હતી. હવે ચીન પોતાના ડ્રોન બનાવવા માંગે છે.ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે ચીને 2018માં સૌથી પહેલા સીએચ-901 પ્રકારનુ ડ્રોન દુનિયા સમક્ષ રજૂ કર્યુ હતુ. ચાર ફૂટ લાંબુ અને નવ કિલો વજન ધરાવતુ આ ડ્રોન 150 કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી ઉડવા સક્ષમ છે. તે પંદર કિલોમીટરના વિસ્તારમાં બે કલાક સુધી સતત ઉડી શકે છે. તેમાં હથિયાર સિવાય કેમેરા પણ ફિટ થાય છે. જેનાથી ઓપરેટર ટાર્ગેટ પર સચોટ રીતે પ્રહાર કરી શકે છે. ઓપરેટરનો આદેશ મળ્યા બાદ આ ડ્રોન ટાર્ગેટ પર ત્રાટકે છે અને બ્લાસ્ટ કરે છે અને પોતે પણ ખતમ થઈ જાય છે.

આ ડ્રોનને એ રીતે તૈયાર કરાયા છે કે તે પહાડી વિસ્તારમાં પણ આસાનીથી ઉપયોગમાં લઈ શકાય છે. સૈનિકો તેને બેગમાં મુકીને નિશ્ચિત જગ્યાએ પહોંચાડી શકે છે. જ્યાંથી તે આસાનાથી લોન્ચ કરી શકાય છે. હવાઈ હુમલામાં કે ગોળાબારી કરીને તેને નષ્ટ કરવુ પણ આસાન નથી. મિસાઈલથી વિપરીત તે પોતાના ટાર્ગેટ પર કલાકો સુધી  નજર રાખી શકે છે અને સમય આવ્યે હુમલો કરી શકે છે.