×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શહેરો બાદ હવે ગામડાઓ બેહાલ : રાજકોટના થોરીયાળી ગામે 20 દિવસમાં 23 લોકોના કોરોનાથી મોત

- ગામડામાં પણ કરોના મેનેજમેન્ટમાં સરકાર સદંતર નિષ્ફળ, સરકારના દાવા પોકળ

અમદાવાદ, તા. 14 મે 2021, શુક્રવાર

રાજ્યના મહામગરોમાં કોરોના વાયરસનો કહેર ઓછો થયો હોય તેમ લાગી રહ્યું છએ. તો સામેની બાજુ ગામડાઓમાં કોરોનાનો ફેલાવો સતત વધી રહ્યો છે. ગામડાઓમાં સ્વાસ્થ્ય સુવિધાના અભાવે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ગામડાઓમાં કોરોનાના ફેલાવાએ ચિંતામાં વધારો કર્યો છે. સરકાર ભલે દાવા કરતી કે બધું બરાબર છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ એકદમ અલગ છે. રાજ્યના એવા કેટલાય ગામડાઓ છે જ્યાં કોરોના કાળ બનીને ત્રાટક્યો છે. રાજકોટના પડધરી તાલુકામાં આવેલા થોરીયાળી ગામે પણ આવી  જ સ્થિતિ છે.

થોરીયાળી ગામે કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, જેના કારણે અત્યારે ગામલોકોમાં ડરનો માહોલ છે. થોરીયાળી ગામમાં છેલ્લા 20 દિવસમા કોરોનાને કારણે 23 લોકોના મોત થયા છે. આ સિવાય ગામની અંદર અત્યારે 30 કરતા પણ વધારે કોરોના પોઝીટીવ દર્દીઓ ઘરે સારવાર લઇ રહ્યા છે. અનેક રજૂઆતો બાદ પણ ગામમાં ચેકઅપ માટે આરોગ્ય વિભાગની ટીમ આવતી નથી. આ સિવાય હજુ રસીના ડોઝ પણ પહોંચ્યા નથી.

જે લોકો અત્યારે ઘરે સારવાર લઈ રહ્યા છે, તેમાં 10 વ્યક્તિની હાલત અતી ગંભીર છે. ગામમાં રસી પણ પહોંચી ના હોવાના કારણે નાગરિકો અને સરપંચ રોષે ભરાયા હતા. એક તરફ સરકાર સબ સલામતના દાવા કરી રહી છે, ત્યારે ગામડાઓની સ્થિતિ અત્યારે દયનીય છે. જો મહાનગરોમાં પણ તંત્ર, સ્વાસ્થ્ય સેવાઓ કોરોન સામે હાંફી ગયા હોય તો ગામડાની સ્થિતિ કેવી હશે તેનો અંદાજો લગાવી શકાય છે.