×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાનમાં મ્યુકરમાઈકોસિસના હજારો કેસ, 50 % લોકો ગુમાવી રહ્યા છે જીવ


- માથામાં દુખાવો, તાવ, આંખ-નાકમાં જોરદાર દુખાવો અને આંખોની રોશની જતી રહેવી પણ તેના લક્ષણો 

નવી દિલ્હી, તા. 12 મે, 2021, બુધવાર

કોરોના વાયરસની બીજી લહેરે સૌ કોઈને ચિંતિત કરી દીધા છે. દેશમાં હાલ કોરોનાના 30 લાખ કરતા પણ વધારે એક્ટિવ કેસ છે. ત્યારે આ મહામારી વચ્ચે વધુ એક બીમારીએ આફત સર્જી છે. આ બીમારીનું નામ મ્યુકરમાઈકોસિસ છે. કોરોનાના લક્ષણો વચ્ચે દર્દીઓમાં મ્યુકરમાઈકોસિસના લક્ષણો પણ દેખાઈ રહ્યા છે. મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન જેવા રાજ્યોમાં આ બીમારીની અસર વધારે જણાઈ રહી છે. સ્થિતિ એ હદે ખરાબ છે કે, આ બીમારીમાં લગભગ 50 ટકા દર્દીઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. 

મહારાષ્ટ્રમાં હાલ મ્યુકરમાઈકોસિસના આશરે 2,000થી પણ વધારે એક્ટિવ કેસ સામે આવ્યા છે જેથી રાજ્ય સરકારની ચિંતા વધી ગઈ છે. હાલ જે હોસ્પિટલો સાથે મેડિકલ કોલેજીસ અટેચ્ડ છે ત્યાં મ્યુકરમાઈકોસિસ બીમારીના દર્દીઓની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું કે, રાજ્યમાં જેમ-જેમ કોરોનાના કેસ વધી રહ્યા છે તેની સાથે જ મ્યુકરમાઈકોસિસના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. આ કારણે સરકારે જરૂરી પગલા ભરવાનું શરૂ કરી દીધું છે. 

મ્યુકરમાઈકોસિસના લક્ષણોમાં એક બ્લેક ફંગસ પણ છે જેના કારણે 50 ટકા દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે. તે સિવાય માથામાં દુખાવો, તાવ, આંખ-નાકમાં જોરદાર દુખાવો અને આંખોની રોશની જતી રહેવી પણ તેના લક્ષણો છે.