×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

Corona cases: રાજ્યમાં આજે 11,084 કેસ, 121 દર્દીના મોત, કુલ મૃત્યુઆંક 8394

ગાંધીનગર, 9 મે 2021 રવિવાર

ગુજરાતમાં કોરોના વાયરસ સંક્રમણમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘટાડો જોવા મળી રહ્યો છે, જો કે ગામડાઓમાં સંક્રમણ વધી રહ્યું છે, જે સરકાર માટે ચિંતાનો વિષય બન્યું, રાજ્યમાં આજે કોરોના વાયરસના નવા 11,084 કેસ નોંધાયા છે. જ્યારે 14,770 લોકોએ કોરોનાને હરાવ્યો છે. આજે કોરોનાથી 121 લોકોના મોત થયા છે. તે સાથે જ કુલ મૃત્યુઆંક 8394 થયો છે. 

રાજ્યમાં અત્યાર સુધીમાં 5,33,004 લોકો સાજા થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 1,39,614 થઇ છે. જેમાંથી 786 લોકો વેન્ટિલેટર પર અને 1,38,828 લોકોની હાલત સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 78.27 ટકા છે.  

રાજ્યમાં આજે 121 લોકોનાં મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 18,  સુરત કોર્પોરેશન-7,  વડોદરા કોર્પોરેશન 7,  મહેસાણામાં 4,  રાજકોટ 7, વડોદરા 5, રાજકોટ કોર્પોરેશન 6,  જામનગર કોર્પોરેશમાં 8, સુરત 5, જૂનાગઢ 6, ભરૂચ 2, પંચમહાલ 2, જામનગર 6, જૂનાગઢ કોર્પોરેશન 5,   ભાવનગર કોર્પોરેશમાં 4, ગીર સોમનાથમાં-3,  આણંદ-1,  દાહોદ -1, કચ્છ 4, ખેડા 1, ગાંધીનગર  0, ભાવનગર 0, બનાસકાંઠા 2, પાટણ 1, અમરેલી 1, મહીસાગર 2, ગાંધીનગર કોર્પોરેશન 1, નવસારી-0, સાબરકાંઠા 3, અરવલ્લી 2, વલસાડ 0,  દેવભૂમિ દ્વારકા-2, છોટા ઉદેપુર 2, નર્મદા 0, સુરેન્દ્રનગર 1, અમદાવાદ 1, તાપી 1, મોરબી 0, પોરબંદર 0, ડાંગ 0 અને બોટાદમાં 0 મોત થયું છે.

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ પ્રમાણે છે, અમદાવાદ કોર્પોરેશનમાં 2883,  સુરત કોર્પોરેશન-839,  વડોદરા કોર્પોરેશન 790,  મહેસાણામાં 483,  રાજકોટ 395, વડોદરા 371, રાજકોટ કોર્પોરેશન 351,  જામનગર કોર્પોરેશમાં 348, સુરત 274, જૂનાગઢ 257, ભરુચ 248, પંચમહાલ 246, જામનગર 238, જૂનાગઢ કોર્પોરેશન 227,   ભાવનગર કોર્પોરેશમાં 224, ગીર સોમનાથમાં-211,  આણંદ-189,  દાહોદ -184, કચ્છ 179, ખેડા 161, ગાંધીનગર  158, ભાવનગર 151, બનાસકાંઠા 143, પાટણ 142, અમરેલી 141, મહીસાગર 140, ગાંધીનગર કોર્પોરેશન 112, નવસારી-110, સાબરકાંઠા 108, અરવલ્લી 106, વલસાડ 98,  દેવભૂમિ દ્વારકા-94, છોટા ઉદેપુર 84, નર્મદા 84, સુરેન્દ્રનગર 74, અમદાવાદ 72, તાપી 54, મોરબી 44, પોરબંદર 37, ડાંગ 20 અને બોટાદમાં 14 કેસ સાથે કુલ 11084 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. 

રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 1,03,27,556  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ જ્યારે 32,14,079 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 1,35,41,635 લોકોને રસીકરણનાં ડોઝ આપવામાં આવ્યા છે. આજે 18થી 44 વર્ષ સુધીના 13,537 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું, તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 24,886 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 91,215 વ્યક્તિઓને બીજા ડોઝ આપવામાં આવ્યો છે.