×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IPLના ખેલાડીઓને કોરોના થવા છતાં મેચો રમાડવાનો દુરાગ્રહ


- દેશના નાગરિકો કોરોનાના માતમ હેઠળ

- IPLઅધવચ્ચેથી પડતી પણ મૂકાય તેવી શક્યતા

નવી દિલ્હી : કોરોનાના આ હદે દેશભરમાં ખોફ અને માતમ ફેલાવી ચૂક્યો છે ત્યારે દેશના નાગરિકોના બહોળો  વર્ગ આઈપીએલનો મનોરંજનક કાર્નિવલ જે શર્મ રીતે ચાલી રહ્યો છે તેની ટીકા કરતો રહ્યો છે અને આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિંલની કોઈપણ ભોગે આઈપીએલ રમાડવી તેવી મમતનો ભોગ ખેલાડીઓ બની જ શકે છે તે ભય સાચો પડયો અને હવે જેલબંધી જેવો બાયોબબલ છતાં ખેલાડીઓ, કોચ, ગ્રાઉન્ડ સ્ટાફ કોરોનાનો ભોગ બન્યા જ. હજુ આઈપીએલ નવા કેલેન્ડર સાથે રીશેડયુલ કરવાની આઈપીએલના આયોજકો મિટિંગો યોજે છે તેનો અર્થ એમ કે ભારતે વધુ ખેલાડીઓ, સ્ટાફ, કોચ, ટીમ મેનેજમેન્ટ કોરોનાગ્રસ્ત બને. ખેલાડીઓ તેમની કારકિર્દી ભયમાં મૂકાય તેને લીધે કાંઈ બોલી શક્તા નથી.  બાકી દેશ-વિદેશના ખેલાડીઓ અંદરખાનેથી આઈપીએલ પડતી મૂકાય તેમ ઈચ્છે છે. જોઇઈએ આજે કમિટી શું નિર્ણય લે છે.

કોલકાતાના વરૂણ અને સંદિપ અને ચેન્નાઇના બાલાજીના રિપોર્ટ પોઝિટિવ

કોરોના IPLની વિકેટ ખેરવે તેવો ભય  અમદાવાદની કોલકાતા-બેંગ્લોર મેચ મૂલતવી

- કોલકાતા, ચેન્નાઈ અને મુંબઇની મેચો માટે પણ હવે નવો કાર્યક્રમ બનાવવો પડે તેવો સંકટ

આઈપીએલના આયોજકો સમક્ષ એવો પડકાર સર્જાયો છે કે ટુર્નામેન્ટ હવે આગળ કઇ રીતે ચલાવવી.

આજે અમદાવાદમાં બેંગ્લોર અને કોલકાતા વચ્ચે મેચ યોજાનાર હતી પણ સવારે જ એવા રીપોર્ટ વહેતા થયા કે કોલકાતાના બે ક્રિકેટરો વરૂણ ચક્રવર્તી અને સંદિપ વોરિયરના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા. તેઓ બાયો બબલમાં હતા તો પણ તેઓના રીપોર્ટ કેમ પોઝિટિવ આવ્યા તે પ્રશ્ન બધાને મુંઝવતો હતો ત્યારે એવું તારણ નીકાળાયું કે વરૂણ ચક્રવર્તીને પેટના સ્નાયુનો દુઃખાવો હતો એટલે તે બાયો બબલ તોડીને હોસ્પિટલમાં રીપોર્ટ માટે ગયો હતો જયાં તે કોઇના સંક્રમણમાં આવી ગયો હોય તેના લીધે સંદિપને પણ કોરોના થયો હોય. તરત જ ટીમના અન્ય ખેલાડીઓના, મેનેજમેન્ટ તેમજ સ્ટાફના રીપોર્ટ કરવામાં આવ્યા જે બધા સદ્નસીબે નેગેટિવ આવ્યા છે. આમ છતાં હજુ કોરોનાના લક્ષણો બીજા પાંચ દિવસમાં બહાર આવી શકે તેથી પૂર્વ નિર્ધારિત નિયમ પ્રમાણે કોલકાતાની પૂરી ટીમના પ્રત્યેક ખેલાડી, સ્ટાફ તેમના હોટલના રૂમમાં િઆસોલેશનમાં રહેશે જેના લીધે અમદાવાદથી આજે સાંજે ૭.૩૦ થી રમાનાર મેચ તો મુલતવી રહી જ હતી પણ આગામી સાત દિવસ કોલકાતાની ટીમ આઈસોલેશનમાં હોઈ તે દરમ્યાન આવતી મેચો નહીં રમી શકે. કોલકાતાની આ મેચો હવે કયારે, ક્યાં અને કઈ રીતે રમાડવી તેની કવાયત બીસીસીઆઈ અને આઈપીએલના આયોજકો કરતા જ હતા થોડા કલાકો પછી બીજો ધડાકો થયો કે ચેન્નાઈ સુપર કિંગ્સના બોલિંગ કોચ બાલાજીનો આરટીપીસીઆર રીપોર્ટ બે વખત કરાવ્યો તો બંને વખત પોઝિટિવ આવ્યો.

હવે તકલીફ એ સર્જાઈ કે બોલિંગ કોચ બાલાજી ચેન્નાઈના તમામ ખેલાડીઓના સંપર્કમાં નજીકથી હતો. આ એટલું જ નહીં. ચેન્નાઈ અને મુંબઇ શનિવારે મેચ રમ્યા હતા ત્યારે પણ તેણે ડગ આઉટમાં બેસીને મેચ નિહાળી હતી. તેણે ચેન્નાઇ જોડે મોડી રાત્રિ સુધી મેદાન, હોટલ બસમાં પણ સાથે આવ્યો હતો. એટલું જ નહીં મુંબઇ ટીમ જીતી તે પછી પણ મુંબઇને અભિનંદન આપતી વખતે તેમના ખેલાડીઓને નજીકથી મળ્યો હતો.

જો વરૂણ ચક્રવર્તી અને સંદિપ વારિયરના રીપોર્ટ પોઝિટિવ હોય અને કોલકાતાની પૂરી ટીમ, સ્ટાફ અઠવાડિયા માટે આઇસોલેશનમાં રહે તો નિયમ પ્રમાણે ચેન્નાઈ જ નહીં મુંબઇને પણ રહેવું પડે.

આયોજકોને આ ટીમની મેચ રીશિડયુલ એટલે કે ફરી ગોઠવવી પડે તેવી દ્વિઘા ઉભી થઈ છે. તેમાં પણ મુંબઇ - હૈદ્રાબાદની મેચ તો કાલેજ છે. હૈદ્રાબાદના ખેલાડીઓ પણ જોખમ ન લેતા મેચ ન રમે તેવું બને. ચેન્નાઈના ક્રિકેટરો તો રૂમમાંથી બહાર કયાંથી નીકળી શકે.

એવી પણ શક્યતા નકારી શકાય નહીં કે આઇપીએલ અધવચ્ચેથી પડતી મુકવામાં આવે. હવે આયોજકો કે ખેલાડીઓ પાસે નવા કાર્યક્રમની તારીખ માટે શક્યતા નથી. મોટાભાગે કાલ બપોર સુધીમાં નિર્ણય આવી શકે છે.