×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યમાં કોરોનાના 12,820 નવા કેસ, 140 દર્દીઓનાં મોત, કુલ મૃત્યુઆંક 7,648

ગાંધીનગર, 3 મે 2021 સોમવાર 

ગુજરાતમાં કોરોના સંક્રમણ જે ઝડપથી વધી રહ્યું હતું, તેમાં થોડો ઘટાડો થતો જોવા મળી રહ્યો છે, જો કે ટેસ્ટિંગનું પ્રમાણ પણ ઘટ્યું હોવાથી નવા કેસ બહાર આવતા નથી જેના કારણે કોરોનાનાં કેસ ઘટ્યા હોવાનું જણાય છે, આજે પણ રાજ્યમાં 12,820 કુલ નવા કેસ નોંધાયા છે જ્યારે કુલ 11,999 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આજે 140 દર્દીઓનાં મોત થયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 7,648 થયો છે.

રાજ્યમાં એક્ટિવ કેસ પર એક નજર કરીએ તો રાજ્યમાં હાલમાં કુલ 1,47,499 એક્ટિવ કેસ છે. આ પૈકીના કુલ 747 દર્દીઓ વેન્ટિલેટર જ્યારે 1,46,752 દર્દીઓની સ્થિતી સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યાર સુધીમાં કુલ 4,52,275 દર્દીઓ ડિસ્ચાર્જ થઈ ગયા છે.

રાજ્યનાં વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આજે નોંધાયેલા કેસની વિગત આ પ્રમાણે છે, જેમાં અમદાવાદ શહેરમાં 4616, સુરત શહેરમાં 1309, વડોદરા શહેરમાં 497, મહેસાણામાં 493, ભાવનગર શહેરમાં 431, રાજકોટ શહેરમાં 397, જામનગર શહેરમાં 393, સુરત જિલ્લામાં 347, જામનગર જિલ્લામાં 319, બનાસકાંઠામાં 199, કચ્છમાં 187, મહીસાગરમાં 169, ગાંધીનગરમાં 162, નવસારીમાં 160, દાહોદમાં 159, ખેડામાં 159, ગાંધીનગર શહેરમાં 155 નવા કેસ, જૂનાગઢ શહેરમાં 148, સાબરકાંઠામાં 141, ભાવનગરમાં જિલ્લામાં 140, જૂનાગઢ જિલ્લામાં 132, પાટણમાં 131, આણંદમાં 127, રાજકોટ જિલ્લામાં 127, વલસાડમાં 125, ગીરસોમનાથમાં 125, અરવલ્લીમાં 109, પંચમહાલમાં 108, નર્મદામાં 103, ભરૂચમાં 101, અમરેલીમાં 99, છોટાઉદેપુરમાં 99, સુરેન્દ્રનગરમાં 71, અમદાવાદ 55, દેવભૂમિ દ્વારકા 50, તાપીમાં 49, પોરબંદરમાં 44, ડાંગ 26, બોટાદ 14, મળીને કુલ 12,820 કેસ નોંધાયા છે.

રાજ્યમાં આજે કુલ 140 દર્દીઓનાં મોત થયા છે, જેમાં સૌથી વધુ અમદાવાદ કોર્પોરેશનમાં 25, સુરત કોર્પોરેશન માં 10, વડોદરા કોર્પોરેશનમાં 9, રાજકોટ કોર્પોરેશનમાં 10, ભાવનગર જિલ્લામાં 7, રાજકોટ જિલ્લામાં 6 મોતનો સમાવેશ થાય છે જ્યારે જૂનાગઢ, જામનગર જિલ્લો, ભાવનગર કોર્પોરેશન, વડોદરા જિલ્લો વગેરેમાં 5-5 મોત થયા છે. જૂનાગઢ કોર્પોરેશન, સાબરકાંઠા, અમરેલી, સુરેન્દ્રનગરમાં સરકારી ચોપડે 4-4 મોત નોંધાયા છે. જ્યારે દેવભૂમિ દ્વારકા,. સુરત જિલ્લો, કચ્છ, મહેસાણામાં 3-3 મોત નોંધાયા છે. બનાસંકાઠા, ગાંધીનગર કોર્પેોરેશન, 2-2 મોત નોંધાયા છે. જ્યારે બોટાદ, પોરબંદર. તાપી, અમદાવાદ જિલ્લો, છોટાઉદેપુર, ભરૂચ, વલસાડ, મહીસાગર, જિલ્લામાં 1-1 મોત નોંધાયા છે.

દેશમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં કુલ 99,41,391 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ અને 26,31,820 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ કુલ- 1,25,73,211  લોકોને રસીનો ડોઝ લગાવવામાં આવ્યો છે. આજે 18થી 44 વર્ષ સુધીનાં 27,272 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું રસીકરણ કરવામાં આવ્યું, તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45થી 60 વર્ષનાં કુલ 36,177 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 67,368 વ્યક્તિઓને બીજો ડોઝ લગાવવામાં આવ્યો છે.