×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યમાં 1 મેથી રસીકરણ અભિયાન શરૂ, અઢી કરોડ ડોઝની વ્યવસ્થા કરાઇ: રૂપાણી

ગાંધીનગર, 29 એપ્રિલ 2021 ગુરૂવાર

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં ચાલી રહેલા રસીકરણ અભિયાનને લઇને નિવેદન આપતા જણાવ્યું કે, ‘રાજ્યમાં 95 લાખ 64 હજાર લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાયો. રાજ્યમાં સરકારી કેન્દ્રો પર વિનામૂલ્યે રસી અપાશે. હાલમાં 7 લાખથી વધુ વેક્સિનના ડોઝ ઉપલબ્ધ છે. 18 વર્ષથી ઉપરના લોકો માટે અઢી કરોડ ડોઝની વ્યવસ્થા કરવામાં આવી છે.’

તેમણે વધુમાં જણાવ્યું કે, ‘કોઇ રસીકરણથી વંચિત નહીં રહે તેવું સરકારનું આયોજન છે. હાલમાં રાજ્યમાં સરકારી અને ખાનગી સેન્ટરો મળીને કુલ 6 હજાર સેન્ટરો કાર્યરત છે.’ મુખ્ય પ્રધાન એ કહ્યું કે, ‘ગુજરાતની જનતાએ ત્રણ તબક્કામાં રસીકરણનું અભિયાન ચલાવ્યું. પીએમના માર્ગદર્શન હેઠળ કોરોનાને હરાવીશું.’

મુખ્ય પ્રધાન રૂપાણીએ ગુજરાતની જનતાને વ્યાપક પ્રમાણમાં રસીકરણ કરવાની અપીલ કરી છે. રાજ્યમાં 1મેથી રસી આપવાની કામગીરી શરૂ થશે. 18 વર્ષથી ઉપરના લોકો વધારે ઝડપી રસીકરણ કરવાની મુખ્ય પ્રધાનએ અપીલ કરી છે. ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં વારો આવે ત્યારે તબક્કાવાર વેક્સિનેશન થઈ જાય તેનું પ્લાનિંગ સરકાર કરી રહી છે. કોરોના સામેની લડાઈમાં ફ્રન્ટલાઈન વર્કર્સને ધન્યવાદ આપું છે. તેમણે રસીકરણથી સજ્જ બનવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.