ગુજરાતમાં કોરોના પ્રલય: આજે 13804 નવા કેસ, 142 દર્દીનાં મોત, એક્ટિવ કેસ 100128

ગુજરાતમાં કોરોના પ્રલય: આજે 13804 નવા કેસ, 142 દર્દીનાં મોત, એક્ટિવ કેસ 100128

ગાંધીનગર, 23 એપ્રિલ 2021 શુક્રવાર

ગુજરાતમાં રીતસરનો કોરોના વિષ્ફોટ થયો છે, આજે રાજ્યમાં પ્રથમ વખત 13804 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 142 લોકોનાં મોત થયા છે તે સાથે કુલ મૃત્યુઆંક 6019 પર પહોંચી ગયો છે.   

રાજ્યમાં આજે 5618 લોકોએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી 3,61,493 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા એક્ટિવ કેસનો આંકડો 100128 પર પહોંચ્યો છે. જેમાંથી 384 લોકો વેન્ટિલેટર પર અને 99744 લોકો સ્ટેબલ છે.રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 77.30 ટકા છે. 

આજે રાજ્યમાં 142 લોકોનાં મોત થયા છે, જેમા આજે અમદાવાદ કોર્પોરેશનમાં 21, સુરત  કોર્પોરેશનમાં 19,  રાજકોટ કોર્પોરેશન-10, વડોદરા કોર્પોરેશન-10,  સુરત-2, મહેસાણમાં 4, જામનગર કોર્પોરેશન-9,  બનાસકાંઠા-5, જામનગર-5, વડોદરા-6,  ભાવનગર કોર્પોરેશન-4, પાટણ 2, ગાંધીનગર કોર્પોરેશન 1, ભાવનગર 4, ગાંધીનગર 2, દાહોદ 1, જૂનાગઢ 2,  જૂનાગઢ કોર્પોરેશન 2, વલસાડ 2, ભરૂચ 3,  મહીસાગર 1, રાજકોટ 3, સુરેન્દ્રનગર 4, પંચમહાલ 1,  સાબરકાંઠા 6, મોરબી 4, અમદાવાદ 1, અરવલ્લી 1,  છોટા ઉદેપુર 1, દેવભૂમિ દ્વારકામાં 4 અને બોટાદમાં 2ના મોત થયા છે. 

રાજ્યની વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને જિલ્લાઓંમાં નોંધાયેલા કોરોનાનાં કેસની વિગત આ મુજબ છે, અમદાવાદ કોર્પોરેશનમાં 5411,  સુરત કોર્પોરેશનમાં 2176, સુરત 641, રાજકોટ કોર્પોરેશન- 626, વડોદરા કોર્પોરેશન-546, મહેસાણા-476, જામનગર કોર્પોરેશન-354, બનાસકાંઠા-278,  જામનગર-253, કચ્છ-210, વડોદરા-170,  ભાવનગર કોર્પોરેશન-166, પાટણ-165,  ગાંધીનગર કોર્પોરેશન-163, ભાવનગર 136,  ખેડા 129,  ગાંધીનગર 117,  દાહોદ 115,  જૂનાગઢ 110, જૂનાગઢ કોર્પોરેશન 108, નવસારી 108, વલસાડ 107, ભરૂચ 106, મહીસાગર 93, રાજકોટ 93, સુરેન્દ્રનગર 93, તાપી 89, અમરેલી 87, ગીર સોમનાથ 85, પંચમહાલ 83, સાબરકાંઠા 79, મોરબી 61, અમદાવાદ 59, અરવલ્લી 59, આણંદ 52 કેસ નોંધાયા હતા. 

રાજ્યમાં ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન હેઠળ આજે 23 એપ્રિલના દિવસે કુલ 1,42,558 લોકોને રસી અપાઈ છે, રાજ્યમાં અત્યાર સુધીમાં 92,15,310 વ્યકિતઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 17,86,321 વ્યકિતઓને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે, રાજ્યમાં આજે 45 થી 60 વર્ષના કુલ 57,228 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 76,095 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1,10,01,631 લોકોને કોરોનાની રસી અપાઈ છે. 

Share: