×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નાસિકની હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક લીક થતાં વેન્ટિલેટર પર રહેલા 22 દર્દીના મોત


- દુર્ઘટના સમયે હોસ્પિટલમાં કુલ 171 દર્દીઓ દાખલ હતા જૈ પૈકીના 23 વેન્ટિલેટર પર હતા

નવી દિલ્હી, તા. 21 એપ્રિલ, 2021, બુધવાર

દેશમાં એક તરફ ઓક્સિજનની ભારે તંગી વર્તાઈ રહી છે તો બીજી બાજુ મહારાષ્ટ્રના નાસિકમાં એક ભારે મોટી દુર્ઘટના નિર્માણ પામી છે. નાસિકની ઝાકિર હુસૈન હોસ્પિટલમાં બુધવારે ઓક્સિજન ટેન્ક લીક થઈ ગઈ હતી જેથી ઓક્સિજન ન મળવાના કારણે 22 દર્દીઓના મોત થયા હતા. 

સ્થાનિક પ્રશાસનના કહેવા પ્રમાણે લીકેજના કારણે આશરે અડધા કલાક સુધી ઓક્સિજન સપ્લાય ઠપ્પ થઈ ગયો હતો. આ કારણે વેન્ટિલેટર પર રહેલા 22 દર્દીઓના મોત થયા હતા. દુર્ઘટના વખતે હોસ્પિટલમાં કુલ 23 દર્દીઓ વેન્ટિલેટર પર હતા. હાલ સ્થાનિક પ્રશાસને લીકેજનું કારણ તપાસના આદેશ આપ્યા છે. દુર્ઘટના સમયે હોસ્પિટલમાં કુલ 171 દર્દીઓ દાખલ હતા. ઓક્સિજન લીકેજ બાદ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. 

નાસિકમાં કોરોનાની સ્થિતિ 
નાસિકમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 2,56,586 જેટલી છે. તે પૈકી એક્ટિવ કેસની સંખ્યા 44,279 છે. નાસિકમાં અત્યાર સુધીમાં કુલ 2,672 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.