×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બંગાળમાં ભાજપના વધુ એક ઉમેદવાર પર હુમલો, હુમલાખોરોએ કરેલા ફાયરિંગમાં ઈજા

કોલકત્તા, તા. 19 એપ્રિલ 2021, સોમવાર

પશ્ચિમ બંગાળમાં યોજાઈ રહેલી ચૂંટણીમાં ફરી એક વખત ભાજપના ઉમેદવારને ટાર્ગેટ બનાવીને હિંસા થઈ છે.

મળતી વિગતો પ્રમાણે રવિવારે મોડી રાતે માલદામાં ભાજપના એક ઉમેદવારને અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી દીધી હતી. 46 વર્ષીય ગોપાલ ચંદ્ર સાહા માલદા બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. ગોળી વાગ્યા બાદ તેમને તરત જ માલદા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ભાજપના કહેવા પ્રમાણે રાત્રે નવ વાગ્યે આ ઘટના બની હતી. તેના પહેલા સાહાએ એક રોડ શો કર્યો હતો.એ પછી તેઓ પોતાના કેટલાક કાર્યકરો સાથે બેઠા હતા. આ દરમિયાન ફાયરિંગનો અવાજ આવ્યો હોત. ભીડમાંથી કોઈએ ફાયરિંગ કર્યુ હતુ અને ગોળી સહાને ગરદનની પાછળના ભાગે વાગી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં તેમની સ્થિતિને જોતા ડોક્ટરોએ તેમનુ ઓપરેશન કર્યુ હતુ.

આ ઘટના માટે ભાજપે સ્વાભાવિક રીતે ટીએમસીને જવાબદાર ઠેરવી છે. ભાજપના કાર્યકરોએ હુમલાના વિરોધમાં હાઈવે પર દેખાવો કરીને સળગતા ટાયરો ફેંકયા હતા.